મુંબઇ,તા.૨૧
માલેગાંવ બોંબ વિસ્ફોટના મામલે આરોપી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત અને સુધાકર ચતુર્વેદીને એનઆઈએની વિશેષ અદાલતમાં હાજરી આપવાને લઈને રાહત મળી છે. ત્રણેયએ અરજીમાં અંગત મુશ્કેલીઓનો હવાલો આપીને છૂટ માગી હતી. જા કે કેસના બાકી ચાર આરોપીઓએ છેલ્લાં આદેશ અંતર્ગત કોર્ટમાં દર સપ્તાહે હાજર રહેવું પડશે.
ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા અને ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરથી અપક્ષ ઉમેદવાર સુધાકર ચતુર્વેદીએ પોતાની અરજીમાં ચૂંટણી વ્યસ્તતાનું કારણ આપ્યું હતું. તો કર્નલ પુરોહિતે કેટલાંક વ્યકિતગત પરેશાનીઓ જણાવી હતી. કોર્ટે આરોપીઓના વકીલોને માલેગાંવ વિસ્ફોટવાળી જગ્યાએ પણ જવાની છૂટ આપી દીધી છે. તેઓએ આ અંગે અલગથી અરજી કરી હતી.
હાલ કોર્ટમાં મામલા સાથે જાડાયેલા સાક્ષીઓ નિવેદનો આપી રહ્યા છે. આ ત્રણેય સિવાય કેસના ચાર આરોપી મેજર રમેશ ઉપાધ્યાય, અજય રાહિકર, સુધાકર દ્વિવેદી અને સમીર કુલકર્ણી છે. આ તમામ જામીન પર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



