મુંબઈ,તા.૨૧
સિનિયર અભિનેત્રી કમ ક્લાસિકલ ડાન્સર હેમા માલિનીની ભત્રીજી મધુ આઠ વર્ષના વિરામ બાદ હવે ફરી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ રહી હોવાની માહિતી મળી હતી.
મધુએ આજના સિનિયર અભિનેતા-ફિલ્મ સર્જક અજય દેવગણની ફિલ્મ ફૂલ ઔર કાંટેથી અભિનય કારકિર્દી શરૃ કરી હતી. મણીરત્નમની રોઝા જેવી સરસ ફિલ્મો કરનારી મધુએ આઠ વર્ષ પહેલાં લવ યુ મિસ્ટર કલાકાર ફિલ્મ કર્યા બાદ વિરામ લીધો હતો. એણે શા માટે વિરામ લીધો હતો એની સ્પષ્ટતા થઇ નથી.
પરંતુ હવે એ પાછી ફરી છે અને એક હોરર કોમેડી ફિલ્મ કરવાની છે જેને ખલી બલી ટાઇટલ આપવામાં આવ્યું છે. ખલી બલીના નિર્માતા કમલ કિશોર મિશ્રાએ આ ફિલ્મ ઉપરાંત ભૂતિયાપા અને ફ્લેટ નંબર ૪૨૦ જેવી બીજી બે ફિલ્મો બનાવવાની જાહેરાત પણ કરી હતી. આ ફિલ્મોનું ડાયરેક્શન કમલ કિશોર મિશ્રાના ભાઇ મનોજ મિશ્રા કરશે. સ્ક્રીપ્ટ પણ મનોજ મિશ્રાની હોવાનું કહેવાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




