‘પાગલપંતી’ના સેટ પર જ્હોન અબ્રાહમને ઇજા, બે અઠવાડિયાનો બેડ રેસ્ટ

0
8

મુંબઈ,તા.૨૪
ડિરેક્ટર અનીસ બાઝમીની ફિલ્મ ‘પાગલપંતી’ના શૂટિંગ દરમ્યાન મુંબઈમાં ગઈકાલે જ્હોન અબ્રાહમને ઇજા થઇ હતી. જ્હોન અબ્રાહમને માંસપેશીઓ ખેંચાઈ જતાં બે અઠવાડિયા સુધી આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. ફિલ્મના છેલ્લા શેડયૂઅલનું શૂટિંગ મુંબઈમાં મેહબૂબ સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. એક એક્શન સીનના શૂટિંગ દરમ્યાન તેના ખભાના મસલ ખેંચાઈ જતાં તેને દુખાવો થવા લાગ્યો હતો. માટે આવતાં ૨૦ દિવસ સુધી તે ફિલ્મનું શૂટિંગ નહીં કરી શકે.
‘પાગલપંતી’ ફિલ્મના પ્રોડ્યૂસર્સમાંના એક પ્રોડ્યૂસર કુમાર મંગતે જણાવ્યું કે, ‘આ અવગણી ન શકાય તેવી ઇજા છે. ફિલ્મનું ૯૦% જેટલું શૂટિંગ લંડનમાં થઇ ગયું છે. જ્હોનની ઇજાના કારણે હવે મુંબઈનું શૂટિંગ ફરી શરૂ કરવું પડશે. ફિલ્મનું શૂટિંગ જૂનના અંત સુધીમાં પૂરું કરવાનો પ્લાન છે.’
‘પાગલપંતી’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અનિલ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, અર્શદ વારસી, ક્રિતી ખરબંદા અને પુલકિત સમ્રાટ પણ સામેલ છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કુમાર મંગત અને અભિષેક પાઠક પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મ ૬ ડિસેમ્બરે રિલીઝ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY