મ.પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પિતાનું નિધન

0
30

મુંબઇ,તા.૨૫
મધ્યપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પિતા પ્રેમ ચૌહાણનું શનિવારે નિધન થયું. તે કેટલાય દિવસોથી બિમાર હતા. તેમની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ચાલતી હતી. તેની ઉમર ૮૫ વર્ષની હતી. પિતાનાં મોતની જાણકારી મળતાની સાથે જ શિવરાજ સિંહ ચૌહાણ મુંબઈ જવા માટે રવાના થયા હતા. ભાજપનાં કેટલાક નેતાઓએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.
નેતાઓએ લખ્યું કે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને શિવરાજને તેમજ પરિવારને આ દુખ સહન કરવાની તાકાત આપે. મધ્ય પ્રદેશનાં ભાજપ અધ્યક્ષે પણ ટવ્ટિ કરીને દુખ વ્યક્ત કર્યું છે કે, ભગવાન દિવંગત આત્માને એના ચરણોમાં સ્થાન આપે. આ દુખનાં સમયમાં શિવરાજ અને એના પરિવારનો દુખભાગી છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY