મુંબઈ,તા.૨૭
મુંબઇનું એક હીપ હોપ ડાન્સ ગ્રુપ ‘કિંગ્સ યુનાઇટેડ’ તરીકે જાણીતું છે. તેમના પરથી જ વરુણ અને શ્રદ્ધાની ‘એબીસીડી ટુ’ બનાવામાં આવી હતી.
તાજેતરમાં કિંગ્સ યુનાઇટેડે દુનિયાના ડાન્સ શો અમેરિક રિયાલિટી શોમાં જીત મેળવી છે. તેમની આ જીતને કારણે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા થઇ ગયા, આ પરથી નિર્માતા શૈલેન્દ્ર સિંહે આ ગુ્રપના હક્ક ખરીદ્યા છે, અને ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.
આ ગ્રુપ વરુણ અને શ્રદ્ધા અભિનિત ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’માં પણ પર્ફોર્મ કરતું જોવા મળશે. હવે આ ફિલ્મમાં વરુણ કયો રોલ ભજવે છે તે મહત્વનું છે.આ ગુ્રપનો લીડર સુરેશ મુકુંદનું પાત્ર ભજવે તેવી શક્યતા છે. સુરેશ અને વરુણ વચ્ચે આમ પણ સારું બોન્ડિંગ છે, અને બન્ને સદાય એકબીજાને સતત સંદેશાઓની લેવડદેવડ કરતા હોય છે, તેમ ટ્રેડ સોર્સે જણાવ્યું હતું.
વરુણની ફિલ્મો રૃપેરીપડદે મોટા ભાગે હિટ જ થતી હોય છે. તેની ‘કલંક’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાતા વરુણ થોડો નિરાશ થઇ ગયો હોવાની ગુસપુસ હતી. તેણે પોતાનો જન્મદિવસ પણ મિત્રો સાથે દેશની બહાર મનાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




