શેરબજારમાં નજીવો ઉછાળો, સેન્સેક્સ ૩૯,૭૪૯ અને નિફ્ટી ૧૧,૯૨૮ પર બંધ

0
25

મુંબઇ,તા.૨૮
દિવસના અંતે શરેબજારમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં શેરબજાર બંધ થતા બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +૬૬.૪૪ પોઇન્ટ વધીને ૩૯,૭૪૯.૭૩ ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +૪.૦૦ પોઈન્ટ વધીને ૧૧,૯૨૮.૭૫ ની સપાટીએ બંધ થયો છે.
ઉલ્લેખનિય છે કે આજ સવારે શેર બજારમાં ચડાવ-ઉતાર ભર્યો કારોબાર થઈ રહ્યો હતો. સેન્સેક્સની શરૂઆત ૮૨ પોઈન્ટ ઉપર ૩૯,૭૬૫.૬૪ થઈ હતી. પરંતુ થોડા સમયમાં તે નીચે આવી ગયો હતો. કારોબાર દરમિયાન ઇન્ડેક્સ ૩૯,૭૮૫.૦૨ની ઉપર અને ૩૯,૬૨૯.૭૨ની નિચલી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ ૩૩ પોઈન્ટ ઉપર ૧૧,૯૫૮.૩૫ પર શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ ઘટાડો થયો હતો. તેણે ૧૧,૯૫૮.૫૫ ઉચ્ચ અને ૧૧,૯૦૦.૫૫ની નિચલી સપાટી વટાવી હતી.
સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૫ શેરોમાં વધારો જોવા મળ્યો હતો. યસ બેન્કમાં ૪ ટકા અને વેદાંતામાં ૨.૫ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. ઇન્ફોસિસ, ટીસીએસ અને કોલ ઈન્ડિયાના શેરોમાં ૧-૨ ટકા સુધીની તેજી જાવા મળી હતી.
બીજીતરફ ભારતી એરટેલ, એસબીઆઈ, લાર્સન એન્ડ ટર્બો અને એચડીએફસીના શેરોમાં ૧-૨ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. હિન્દુસ્તાન યૂનીલીવર, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાયનાન્સ અને કોટક બેન્કના શેરોમાં ૦.૫થી ૧ ટકાનું નુકસાન જોવા મળ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY