શનિવારે સાંજે 4 વાગે રાજપીપળા થી સુરત જઈ પરત ફરતી બસમાં સુરત શહેર માંજ એક આધેડ વ્યક્તિને ગંદી ગાળો બોલી ટિકિટનું મશીન મારનાર કંડક્ટરનો વિડિઓ વાયરલ થયો ત્યાર બાદ સુરત ખાતે આ મુસાફરે ફરિયાદ આપતા પગલાં લેવાયા
ઝગડીયા ડેપોમાં પણ અગાઉ આ દબંગ કંડક્ટર સસ્પેન્ડ થયેલો પરંતુ કેશ જીતતા ફરી રાજપીપળા ડેપોમાં મુકાયો છતાં નહીં સુધરતાં ફરી સસ્પેન્ડ કરી ડિસમિસ કરવાની કાર્યવાહી ચાલુ આજ બસના ડ્રાઈવરનો પણ જવાબ લેવાયો
રાજપીપળા સુરત બસમાં ફરજ દરમિયાન એક મુસાફરને મારનાર આ કંડક્ટર ત્રણ દિવસથી ફરજ પર હાજર નથી થયો
રાજપીપળા : રાજપીપળા થી સુરત જતી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા એચ આર મોદી નામના કંડકટરે શનિવારે રાતે સુરતથી પરત રાજપીપળા આવતી વેળા સુરત સીટી માં કોઈક કારણોસર માર્ગમાં એક મુસાફર સાથે ગાળાગાળી કરી આધેડ વયના મુસાફરને ફટકાર્યો મુસાફરને ટિકિટનું મશીન મારી દેતા ાલુ બે મશીન પણ બગી જતા રાત્રે આ બસ રાજપીપળા પરત આવતા કંડક્ટર એચ આર મોદી ટિકિટનું મશીન અને હિસાબ આપી ચાલ્યા ગયા બાદ આજદિન સુધી એ રાજપીપળા ડેપોાં ફરક્યો નથી જોકે આ દબંગગીરી કરનાર કંડક્ટર વિરુદ્ધ ઈજાગ્રસ્ત મુસાફરે સુરત ના કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હોય ડેપો સત્તાઘીસોએ કંડકટરને તાત્કાલિક સંસ્પે્ડ કર્યો હતો આ કંડટર બદલી કામદાર (હંગામી ધોરણે) ફરજ બજાવે છે અને અગાઉ ઝગડીયા ડેપોમાં તેની ઉપર કોઈ કેશ થયો હોય એ સમયે એ સસ્પેન્ડ થયો હતો પરંતુ કેશ જીતી ગયા બાદ હાલ થોડા દિવસ ઉપરજ તેને રાજપીપળા ડેપોમાં ફરજ પર મુકાયો હતો ત્યારે અહીંયા પણ ગણતરીના દિવસોમાં આવી દબંગગીરી સામે આવી હોય ફરી સસ્પેન્ડ કરાયો છે
આ ઘટના બાદ હાલ એને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે : સુરેન્દ્રસિંહ માત્રોજા (ડી.સી.ભરૂચ ડિવિઝન )
આ બાબતે ભરૂચ ડીવીજનના ડી.સી.સુરેન્દ્રસિંહ માત્રોજા એ જણાવ્યું હતું કે આ ઘટના બાદ સુરત પોલીસ સ્ટેશનમાં મુસાફરે ફરિયાદ આપી હોય અમે એની નકલ મંગાવી છે પરંતુ ઘટનાનો વિડિઓ જોતા અમે કંડકટરને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કર્યો છે અને ડિસમિસ કરવાની કાર્યવાહી ચાલુ છે.
એ દિવસે ફરજ બજાવતા ડ્રાઈવર નો જવાબ લીધો છે : એન.એમ.કલ્યાણી (ડેપો મેનેજર,રાજપીપળા ડેપો)
રાજપીપળા ડેપો મેનેજર એન.એમ.કલ્યાણી એ જણાવ્યું કે આ ઘટના બાદ કંડક્ટર મોદી ડેપોમાં આવ્યોજ નથી પરંતુ અમે તેની સાથે ફરજ પર ગયેલા ડ્રાઈવર આર .આર.મકવાણા માં જવાબ લીધા જેમાં તેને જણાવ્યું કે સુરત સિટીમાં આ ઘટના બની પરંતુ ટ્રાફિક બહુ હોય હું ડ્રાઈવિંગ પર હોવાથી વધુ જાણતો નથી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





