‘૨.૦’ ચીનમાં ૫૦ હજાર સ્ક્રીન પર રિલિઝ થશે

0
5

મુંબઈ,તા.૪
સાઉથના મેગાસ્ટાર રજનીકાંતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સુપરહિટ ફિલ્મ ૨.૦ ચીનમાં પચાસ હજાર સ્ક્રીન પર રજૂ થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું.
૨૦૧૦માં રજૂ થયેલી એન્થીરન (રોબોટ)ની સિક્વલ એવી આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ જણાવાઇ હતી. એના સર્જન પાછળ કુલ ૫૫૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. જો કે એક યા બીજા કારણે ફિલ્મની રજૂઆત સતત વિલંબમાં પડી હતી. એકવાર રજૂ થયા પછી એ સુપરહિટ નીવડી હતી અને ખર્ચેલા નાણાં કરતાં બમણી આવક કમાઇ હતી. હવે આ ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે.
ચીની વિતરકોની યોજના તો રજનીકાંતને એ સમયે ચીનમાં નોતરવાની છે. જો રજનીકાંતની તબિયત સારી હશે અને ડૉક્ટરો રજા આપશે તો રજનીકાંત ચીન જશે. આ ફિલ્મ આવતા મહિના (જુલાઇ)ની ૧૨મીએ ચીનમાં રજૂ થવાની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY