‘બીગ બોસ’ની ૧૩મી સીઝનમાં પણ અનુપ જલોટા ચમકશે..?!!

0
5

મુંબઈ,તા.૪
સુપર સ્ટાર સલમાન ખાન સંચાલિત હિટ ટીવી શો બીગ બોસની હવે પછીની એટલે કે ૧૩મી સીઝનમાં પણ ભજનસમ્રાટ અનુપ જલોટી હશે એવી વાતો વહેતી થઇ હતી.
૧૨મી સીઝનમાં અનુપ અને એની શિષ્યા જસલીન મથારુ વચ્ચેના કહેવાતા અફેરે વિવાદ સર્જ્યો હતો એ તમને યાદ હશે. એ વિવાદને શમાવવા બંને પક્ષે એક કરતાં વધુ ખુલાસા કર્યા હતા પરંતુ એક હકીકત ચોક્કસ હતી કે છેલ્લાં ૪૫-૫૦ વર્ષમાં અનુપ જલોટાએ જે પ્રતિષ્ઠા મેળવી હતી એ આ વિવાદે ધૂળમાં મેળવી દીધી હતી.
ખુદ અનુપે કહ્યું હતું કે આ એેપિસોડ પ્રગટ થયા બાદ મારા પર મારી માતાનો ફોન આવ્યો હતો કે આ બધું શું છે? હાલ પંજાબના નાંગલ વિસ્તારમાં અનુપે મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે ગયે વખતે તો વેકેશન મનાવવા અને મોજ કરવા હું બીગ બોસમાં ગયો હતો. આ વખતે પણ કદાચ બીગ બોસમાં તમે મને જાઇ શકશો.
જા કે આ વખતે અનુપ કઇ રીતે બીગ બોસમાં રજૂ થવાનો છે એેની સ્પષ્ટતા એણે કરી નહોતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY