ગઠબંધન પર ભાજપને શિવસેનાનો જવાબ,અમને અલ્ટીમેટમ આપનાર પેદા થયું નથી
મુંબઈ,તા.૫
શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સામે કાંકરીચાળો કરતા કહ્યું કે, મનમોહન સિંઘ એક્સિડેન્ટલ વડાપ્રધાન નહીં પણ એક સફળ વડાપ્રધાન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનાં જીવન પર આધારિત એક્સિડેન્ટલ પ્રાઇસ મિનીસ્ટર નામની ફિલ્મ રિલીઝ થવા થઇ જઇ રહી છે. અનુપમ ખેર તેમનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મને લઇને ભાજપ ઉત્સાહમાં છે પણ શિવસેનાએ આ બહાને ભાજપ પર ટોણો માર્યો હતો. શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, જો કોઇ વડાપ્રધાન ૧૦ વર્ષ દેશનો વહીવટ કરે છે તો તેમને લોકો માન આપે છે. હું તેમને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર તરીકે જાતો નથી. નરસિમારાવ પછી ભારત સફળ વડાપ્રધાન તરીકે મનમોહનસિંઘ મળ્યા હતા. તેઓ એક સફળ વડાપ્રધાન હતા.
શિવસેના ભારતીય જનતા પાર્ટીનો સાથી પક્ષ છે. એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્્યુ છે અને તેની ઘણી બધી ટિકાઓ થઇ રહી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના સાંસદોને એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરવા માટે સૂચના આપી હોવાની ખબરો બાદ શિવસેનાના સાંસદ અને શિવસેનાના પ્રવક્તા કહ્યું છે કે પાર્ટી પહેલેથી જ એકલો જાને રે ના સિદ્ધાંત ઉપર ચાલી રહી છે આ દેશના રાજકારણમાં શિવસેનાને હજી સુધી અલ્ટીમેટમ આપનાર કોઈ પેદા થયું નથી અલ્ટીમેટમ શબ્દ અમારી ડિક્શનરીમાં છે જ નહિ તેમણે વધુમાં કહ્યું હતું કે અમે લડવૈયા છે અમે ભાગી જનારામાંથી નથી મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી અને બાલા સાહેબ ઠાકરે ની ધરતી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




