વડોદરા,તા.૯
વડોદરા માંજલપુર વિધાન સભાના ધારાસભ્ય યોગેશ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે. સવારે તેઓના નિવાસ સ્થાને તેમના ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી, મિઠાઇ વહેંચવામાં આવી હતી.
વડોદરા માંજલપુર વિધાન સભા મતવિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા સવારે તેઓના નિવાસ સ્થાને તેઓના ટેકેદારો તમણે શુભેચ્છા આપવા માટે પહોંચી ગયા હતા. તે બાદ તેમના કાર્યકરોએ અમદાવાદી પોળ મુખ્ય માર્ગ ઉપર ભારે આતશબાજી કરી હતી. અને મિઠાઇ વહેંચીને યોગેશ પટેલને મંત્રી મંડળમાં કરવામાં આવેલા સમાવેશને વધાવી લીધો હતો.
લોક પ્રશ્નો માટે સતત લડત આપતા યોગેશ પટેલ જરૂર પડે પક્ષની ચિંતા કર્યા વિના સરકાર સામે પણ બાંયો ચઢાવતા હતા. વડોદરાને એઇમ્સ્ મળે તે માટે પણ તેઓએ સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ, રાજકોટમાં એઇમ્સ્ આપવામાં આવી ત્યારે તેઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




