મુંબઈ,તા.૬
ગુરૂવારે દિવસના અંતે શેરબજારમાં કડાકો થયો છે. જેથી શેરબજારમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ -૫૫૩.૮૨ પોઇન્ટ ઘટીને ૩૯,૫૨૯.૭૨ ની સપાટીએ બંધ થયું છે. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૧૭૭ પોઈન્ટ ઘટીને ૧૧,૮૪૩.૭૫ ની સપાટીએ બંધ થયો છે.
ઉલ્લેખનિય છે કે દિવસની શરૂઆત થતા શેરબજારમાં મજબૂતી જાવા મળી હતી. જેમાં સેન્સેક્સ ૪૦,૦૦૦નો આંકડો ક્રોસ કરવામાં સફળ રહ્યું હતુ. આજે શેરબજારમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૨.૮૯ પોઇન્ટ વધીને ૪૦,૧૩૬.૪૩ ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૮.૧૫ પોઈન્ટ વધીને ૧૨,૦૩૯.૮૦ ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો.
ગુરુવારે પ્રારંભિક વ્યવસાયમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, આઇઓસી, એશિયન પેન્ટ્સ, ડો. રેડિઝ લેબ્સ, ટાટા મોટર્સ, બજાજ ઓટો, કોલ ઇન્ડિયા, આઇશર મોટર્સ, એચડીએફસી બેંક, એનટીપીસી, બીપીસીએલ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા, અદાણી પોટ્ર્સ, સિપ્લા, બજાજ ફિનસર્વ અને આઈટીસીમાં મજબૂતાઈ સાથે વ્યવસાય નોંધાયેલ છે.
બીજી તરફ વ્યવસાયની શરૂઆતમાં ગેઇલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, યસ બેંક, ઇન્ડસાઇન્ડ બેન્ક, એસબીઆઇ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રિસિમ, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઇ બેંક, રિલાયન્સ અને વિપ્રોમાં નબળાઈ સાથે વ્યવસાય થયો.
ક્રેડિટ પોલિસીની જાહેરાત થતા પૂર્વ રૂપિયામાં નબળાઈ નોંધાઇ હતી. ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે ૧૪ પૈસાના ઘટાડા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ ૬૯.૪૦ ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ ૬૯.૨૬ પર બંધ રહ્યો હતો.
બીએસઈ મિ઼ડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૭૭ ટકા અને ૧.૬૦ ટકા ઘટીને બંધ રહ્યા હતા. તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
ગુરુવારે બપોરે ઈન્ડસઈન્ડ બેન્ક, યસ બેન્ક, એસબીઆઈ, એલટી, વીઈડીએલ, ટાટા સ્ટીલ, એમશ્એમ, રિલાયન્સ સહિતના શેર્સ ૭ ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા જ્યારે ઈન્ફોસિસ, એચસીએલ ટેકનો, એચયુએલ, પાવરગ્રીડ અને એશિયન પેઈન્ટ્સ વગેરે શેરો ૧.૪૦ ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




