કોંગ્રેસને પડતા પર પાટું, ૧૮માંથી ૧૨ ધારાસભ્યો ટીઆરએસમાં સામેલ થયા

0
9

તેલંગણા,તા.૬
પંજાબમાં પોતાના બે પ્રમુખ નેતાઓ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજાત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલા અણબનાવથી પરેશાન કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝાટકો લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીને આ ઝાટકો તેલંગણામાં લાગ્યો છે. જ્યાં તેના ૧૮માંથી ૧૨ ધારાસભ્યઓએ સત્તારૂઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી છે. આ ૧૨ ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને દળ બદલવાની માહિતી આપી છે.
મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના ૧૨ ધારાસભ્યોએ તેલંગણા વિધાનસભા અધ્યક્ષ પોખરામ શ્રીનિવાસ રેડ્ડીથી મુલાકાત કરી અને તેમને સત્તારૂઢ તેલંગણારાષ્ટ્ર સમિતિ સાથે જોડાણની માહિતી આપી. બીજી તરફ તેલંગણા કોંગ્રેસ પ્રમુખ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું કે ધારાસભ્યોના અન્ય દળમાં સામેલ થવા મામલે અમે લોકતાંત્રિક તરીકે લડીશું. ઉપરાંત તેમને કહ્યું કે અમે સવારથી સ્પીકરની શોધ કરી રહ્યા છે. પરંતુ તેઓ ગાયબ છે. તેમને શોધવામાં તમે અમારી મદદ કરો. કોંગ્રેસના બે તૃતીયાંશ ધારાસભ્યોના દળ બદલવાથી તેમનો સભ્યપદ જશે નથી. કારણ કે આવી સ્થિતિમાં દળબદલ વિરોધી કાયદો અમલમાં આવતો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY