મુંબઇ,તા.૭
માલેગાવ બોમ્બ બ્લાસ્ટની આરોપી અને ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર શુક્રવારે બપોરે મુંબઈની વિશેષ દ્ગૈંછ કોર્ટમાં હાજર થઈ છે. આ દરમિયાન જજે તેમને ૨ સવાલો પુછ્યા હતા. જેમનો તેમને, મને ખબર નથી કરીને જવાબ આપ્યો હતો. પ્રજ્ઞાએ ગુરુવારે જ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ બિમારીના કારણે તેઓ મુંબઈ પહોંચી શકિયા ન હતા.
પ્રજ્ઞાને વિશેષ દ્ગૈંછએ કોર્ટના જજને પુછ્યું કે, શું તમને ખબર છે અથવા તમારા વકીલે તમને આ વિશે જણાવ્યું છે કે અત્યાર સુધીની કાર્યવાહીમાં કેટલા સાક્ષીઓની તપાસ કરાઈ છે? આ અંગે પ્રજ્ઞાએ કહ્યું કે, મને નથી ખબર
જજે બીજા સવાલ પુછ્યો , અત્યાર સુધીની તપાસમાં સાક્ષીઓએ કહ્યું કે, ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ બ્લાસ્ટ થયો હતો, જેમાંથી ઘણા લોકોનું મોત થયું હતું. તમારું શું કહેવું છે? આ અંગે પ્રજ્ઞાએ જવાબ આપ્યો કે, મને ખબર નથી.
૩ જૂને મુંબઈની દ્ગૈંછ કોર્ટે પ્રજ્ઞાને દર સપ્તાહે કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા હતા. પ્રજ્ઞાએ બિમારી અને સંસદમાં ફોર્માલિટી પુરી કરવાની વાત કરીને હાજરીમાંથી છૂટ આપવા અંગેની અપીલ કરી હતી, પરંતુ વિશેષ કોર્ટે આનાથી ઈન્કાર કરી દીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



