અમેરિકન વાયુસેનાએ સિખ-અમેરિકન સૈનિકોને દાઢી અને પાઘડી રાખવાની અનુમતિ આપી

0
11

વાશિંગ્ટન,તા.૭
અમેરિકન વાયુ સેનાએ એક સિખ વાયુ સૈનિકને દાઢી, પાઘડી અને લાંબાવાળ રાખવાની અનુમતિ આપી દીધી છે. દેશનાં હવાઈ બળમાં ધર્મના આધારે આવી છૂટનો આ પહેલો કિસ્સો છે.
હરપ્રિતિંદર સિંહ બાજવા ૨૦૧૭માં સૈનિક તરીકે વાયુસેનામાં જોડાયા હતા. પરંતુ સૈન્ય શાખા તરફથી ગ્રુમિંગ અને ડ્રેસ કોડને લઈને બનાવવામાં આવેલાં નિયમોને કારણે તેઓ પોતાનાં ધાર્મિક સિદ્ધાંતોનું પાલન નથી કરી શકતાં.
એનબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, વાયુસેનાએ સિખ અમેરિકન વેટેરન્સ એલાયંસ અને અમેરિકન સિવિલ લિબર્ટીઝ યૂનિયન પાસેથી પ્રતિવેદન મળ્યા બાદ આ છૂટ આપી છે. મેક્કોર્ડ વાયુ સેના સ્ટેશનમાં ચાલકદળનાં પ્રમુખ, બાજવા ડ્યૂટી પર પહેલાં એવાં સૈનિક બન્યા,જેમણે વાયુસેનામાં સેવા આપતાં ધર્મને પહેરવેશનાં સિદ્ધાંતોના પાલનની અનુમતિ મળી છે.
બાજવાએ કહ્યું હતુકે, હું ખૂબજ ખુશ છું, કે વાયુ સેનાએ મને ધર્મિક અનુકુળતાની સંમત્તિ આપી છે. આજે મને અનુભવાઈ રહ્યું છેકે, મારા દેશે સિખ સંપદાને અપનાવી લીધી છે, અને હું તેના માટે હંમેશા આભારી રહીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY