મુંબઈ,તા.૭
આગેવાન અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે ભલભલા સ્ટારનું સ્ટારપદ ફિલ્મ રજૂ થાય એ દિવસ પૂરતું હોય છે. એકવાર ફિલ્મ રજૂ થઇ જાય એટલે પહેલા દિવસની સાંજે એનું ભાવિ નક્કી થઇ જતું હોય છે.
‘આજે ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયાના યુગમાં સ્ટારપદના જારે લાંબો સમય ટકી શકાય નહીં. કન્ટેન્ટનું મહત્વ દર્શકો સમજી ગયા છે. ફિલ્મ રજૂ થાય એ દિવસે સાંજેજ એનું ભાવિ નક્કી થઇ જતું હોય છે. કેટલાક ખરેખર સુપરસ્ટાર છે જેમની ફિલ્મને જોરદાર ઓપનિંગ મળે છે. પરંતુ મારી પેઢીના કલાકારોએ એ પણ અનુભવ્યું છે કે કન્ટેન્ટ (કથા અને રજૂઆત) સરસ હોય તો અમારી પેઢીના કલાકારોને પણ ડિસન્ટ ઓપનિંગ મળે છે. માત્ર સ્ટારપદના આધારે હવે ફિલ્મો ચાલતી નથી’ એમ તાપસીએ કહ્યું હતું.
એણે ઉમેર્યું કે સોશ્યલ મિડિયા પર થતી ચર્ચા દ્વારા ફિલ્મના ભાવિનો અંદાજ આવી જતો હોય છે. અમારી પેઢીને આ એક બહુ મોટો લાભ મળ્યો છે. સોશ્યલ મિડિયા પર દર્શકો દ્વારા જે અભિપ્રાયો વ્યક્ત થાય છે એને કારણે ધંધાદારી સમીક્ષકોનો પ્રભાવ હવે લોકો પર બહુ રહ્યો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




