પાક.વિદેશ પ્રધાને ભારતના વિદેશ પ્રધાનને શુભકામના પાઠવી

0
8

ઇસ્લામાબાદ,તા.૭
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ મોદી સરકારમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરને વિદેશ પ્રધાન બનવા બદલ શુભકામના પાઠવી. આ સાથે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીવાર વાતચીત શરૂ કરવાની વકાલત કરી.હતી.
આ પહેલા તેમણે મુલ્તાનમાં આયોજિત ઈફ્તાર પાર્ટીમાં જણાવ્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાને શાંતિ અને સ્મૃદ્ધિ માટે સાથે મળીને ક્ષેત્રીય મુદ્દાઓના ઉકેલ માટે કોશિશ કરવી જાઈએ.. મહત્વપૂર્ણ છે કે, દેશમાં નવી સરકાર બનતાની સાથે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માટે તલપાપડ છે.
લોકસભાની ચૂંટણી દરમ્યાન પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને જણાવ્યુ હતુ કે, ફરીવાર નરેન્દ્ર મોદી પીએમ બનશે તો બન્ને દેશ વચ્ચે શાંતિ વાર્તા શરૂ થશે.. પત્રમાં કુરેશીએ બંને દેશો વચ્ચે સંવાદની હિમાયત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY