મુંબઇ,તા.૭
દિવસના અંતે શેરબજારમાં નજીવો વધારો જાવા મળ્યો છે. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +૮૬.૧૮ પોઇન્ટ વધીને ૩૯,૬૧૫.૯૦ ની સપાટીએ માર્કેટ બંધ થયું છે. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +૨૬.૯૦ પોઈન્ટ વધીને ૧૧,૮૭૦.૬૫ ની સપાટીએ બંધ થયું છે.
ઉલ્લેખનિય છે કે આજે દિવસની શરૂઆત થતા શેરબજારમાં કડાકો જાવા મળ્યો હતો. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ -૧૬૮.૬૭ પોઇન્ટ ઘટીને ૩૯,૩૬૧.૦૫ ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૪૦.૦૫ પોઈન્ટ ઘટીને ૧૧,૮૦૩.૭૦ ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો.
શુક્રવારના રોજ પ્રારંભિક વ્યવસાયમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, વેદાન્તા, યસ બેન્ક, ગેઇલ, એસબીઆઇ, વિપ્રો, યુપીએલ, બજાજ ફિનસર્વ, હિંદાલકો, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એકિસસ બેન્ક, એચડીએફસી, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, ટાટા સ્ટીલમાં મજબૂતાઈ સાથે વ્યવસાય નોંધાયેલ હતો.
બીજી તરફ વ્યવસાયની શરૂઆતમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, બીપીસીએલ, સિપ્લા, બ્રિટાનિયા, એચયુએલ, મારૂતિ સુઝુકી, ઓએનજીસી, આઇઓસી, સન ફાર્મા, ટાઇટન કંપની, અદાણી પોટ્ર્સ, કોલ ઇન્ડિયા, લાર્સન અને કોટક મહિન્દ્રામાં નબળાઈ સાથે વ્યવસાય થયો હતો.
શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં નજીવો વધારો જોવા મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે ૮ પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ ૬૯.૧૯ ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ ૬૯.૨૭ પર બંધ રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






