મુંબઈ,તા.૧૦
હોનહાર અભિનેત્રી કિયારા અડવાણીએ કહ્યું હતું કે લવ સ્ટોરી ધરાવતી ફિલ્મમાં લીપ લાકનું દ્રશ્ય હોય એમાં કશી નવાઇ નથી. બે પ્રેમીઓ કીસ કરી એ સ્વાભાવિક ગણાય.
મૂળ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કબીર સિંઘમાં શાહિદ કપૂર સાથે ચમકી રહેલી કિયારા અને શાહિદ કપૂરની કેમિસ્ટ્રી ચારે કોર વખણાઇ રહી છે અને આ ફિલ્મના કીસ સીનની હાલ ચર્ચા થઇ રહી છે.
મિડિયાએ કિયારાને લીપ લાકના આ સીન વિશે પૂછતાં એણે કહ્યું કે આ એક સાવ સામાન્ય બાબત છે. એમાં નવાઇ પામવા જેવું કશું હોય એવું મને લાગતું નથી. બે પ્રેમીએા કીસ કરે એમાં આશ્ચર્ય પામવા જેવું છે શું ? ઇટ્સ ક્વાઇટ નેચરલ…પ્રેમમાં પડેલા બે હૈયાં કદી દુનિયાની પરવા કરતા નથી કે જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં ખંચકાતા નથી. એટલે લીપ લોકના સીન અંગે ચર્ચા કરવા જેવું કશું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





