વિદ્યાર્થીએ પૂછ્યો શિક્ષણ સંબંધિત સવાલ, ભડકેલા શિક્ષણ મંત્રીએ આપ્યો ધરપકડનો આદેશ

0
1

 

મુંબઈ,તા.૬

મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી વિનોદ તાવડેને સવાલ પૂછવો અમરાવતીની એક યુનિવર્સિટીના વિદ્યાર્થીને મોંઘો પડ્યો હતો. વિદ્યાર્થીના સવાલથી નારાજ થઇને મંત્રીએ તેની ધરપકડ કરવાનો આદેશ આપી દીધો હતો. વાત એવી છે કે, કોલેજમાં સવાલ-જવાબનું સેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થીએ કોલેજની ફીને લઇને એક સવાલ પૂછ્યો હતો. તેણે મંત્રીને પૂછ્યું હતું કે, દૈનિક ઉચ્ચ શિક્ષણનો ખર્ચ વધરો જાય છે, એવામાં શું સરકાર ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપશે? પરંતુ આ સવાલ પર શિક્ષણ મંત્રી ભડકી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, જા વધતા ખર્ચને કારણે વિદ્યાર્થી ભણી ન શકે તો તેણે કામ કરવાનું શરૂ કરી દેવું જાઇએ.

યુનિવર્સિટીનું કહેવું છે કે, આ સવાલનો જવાબ આપ્યા બાદ તાવડે વધુ નારાજ થઇ ગયા હતા. તેમણે તુરંત આ જવાબની વીડિયો રૅકો‹ડગ ડિલીટ કરાવવા માટે કહ્યું હતું અને સાથે જ પોલીસને કહ્યું હતું કે, તેઓ સવાલ પૂછનારા વિદ્યાર્થીને લઇને અહિંયાથી ચાલ્યા જાય. આ ઘટના બાદ રાજનૈતિક વિવાદ ઉભો થયો છે. શિવસેનાની યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ આને લઇને ટ્‌વીટ કર્યું હતું,

આદિત્યએ ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, દરેક વિદ્યાર્થીને આ વાંચવું જાઇએ. મહારાષ્ટ્રના શિક્ષા મંત્રીએ પોલીસને વિદ્યાર્થીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો, કેમ? કારણ કે તે એક ઇન્ટરેક્શનમાં વાતચીત કરી રહ્યો હતો. પ્લીઝ કોઇ અઘરો સવાલ ન પૂછો. તેઓ ઇચ્છતા હતા કે યુવા ફક્ત પોતાના ચૂંટણીના બૂથો પર જાય, શિક્ષણ અને નોકરીથી જાડાયેલા કોઇ સવાલનો તેઓ જવાબ નથી આપવા માંગતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY