ખંભાતથી ૩૫ કિ.મી.ના અંતરે ભાડભૂત ખાતેના ક્ષેત્રમાંથી ઓક્ટોપસની પ્રજાતિ મળી
માણસના હાથ જેટલી લંબાઈ ધરાવતા ઓક્ટોપસ મળતા વૈજ્ઞાનિકોમાં અચરજ
મુંબઈ,તા.૬
નર્મદા નદીનો આગળના ક્ષેત્રમાંથી ઓક્ટોપસ મળી આવ્યાની વિરલ ઘટના સામે આવી છે. ભારતીય દરિયાકાંઠે આ પ્રકારે ઓક્ટોપસ મળ્યા હોવાની આ પ્રથમ ઘટના છે. દરિયાઈ જીવવૈજ્ઞાનિકોના મતે આ અગાઉ ક્યારેય ઓક્ટોપસ નદીના પાણીમાં જાવા મળ્યા નથી.
ઓક્ટોપસ એક દરિયાઈ જીવ છે જે સામાન્ય રીતે પાણીની અંદર ૫૦ મીટર સુધી જાવા મળે છે અને તે દરિયાઈ વિસ્તાર આસપાસમાં ખારા પાણીમાં જ જાવા મળી શકે છે. મૂળ પ્રવાહથી અલગ ફંટાયેલા પાણીનો પ્રવાહ જે આંશિક રીતે ખારું થયું હોય તેવા વિસ્તારમાંથી ઓક્ટોપસ મળ્યા હોવાની આ દુર્લભ ઘટના કહી
વડોદરા સ્થિત સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરિઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CIFRI) દ્વારા કુલ ૧૭ જેટલા નમૂનાની ઓળખ કરાઈ છે જે ઓક્ટોપસ હોવાની પુષ્ટિ કરે છે. સિફરીના રૂટિન સર્વેમાં આ ઓક્ટોપસ મળી આવ્યા હતા. ખંભાતથી ૩૫ કિ.મી.ના અંતરે ભાડભૂત ખાતે નિયમિત રીતે માછલી પકડીને સર્વેની કામગીરી દરમિયાન સૌપ્રથમ વખત ૧૬ ડિસેમ્બરે ઓક્ટોપસ મળી આવ્યા હતા. અગાઉ ઝિંગા પકડવા માટેની નેટમાં, હોડીને હંકારીને પાછળ બંધાતી નેટમાં અને હૂકમાં ઓક્ટોપસ ક્યારેક પકડાયા હોવાની ઘટના જણાઈ છે પરંતુ આ પ્રકારને નદીના પાણીમાંથી ક્યારેય મળ્યા નથી, તેમ વડોદરા સિફરીના વૈજ્ઞાનિક ડો. દિબાકર ભક્તાએ જણાવ્યું હતું.
ઓક્ટોપસના મળેલા ૧૭ નમૂના ૧૯૦-૩૨૦ એમએમની લંબાઈના છે. જે લગભગ માણસના હાથની લંબાઈ જેટલા હોવાનું જણાયું છે. સૌથી મોટા કદનો ઓક્ટોપસ ૩૨૫ એમએમનો છે તેમજ તેનું વજન ૫૬.૨ કિલોગ્રામ જેટલું છે. અત્યાર સુધીમાં બંગાળના અખાતમાંથી મળી આવેલા સૌથી મોટા ઓક્ટોપસની લંબાઈ ૬૦૦ એમએમ જેટલી હોવાનું જણાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





