વડોદરા,તા.૬
વડોદરા શહેરમાં રવિવારે ૬ જાન્યુઆરીએ ઇન્ડિયાઝ સેકેન્ડ લાર્જેસ્ટ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાયો છે. જેને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલીઝંડી આપી હતી. જ્યાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા મરેથોન સહીત વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો જાન્યુઆરી મહિનામાં ગુજરાતને ધબકતું રાખે છે.
ઉલ્લેખનીય છે કે, મેરેથોનની આ સતત આઠમી સિઝનમાં ફૂલ, હાફ, ક્વાર્ટર, ૫ કિમી દિવ્યાંગ રન, સ્વચ્છતા રન, જવાન રન, પ્લેજ અને રિલે રન જેવી કેટેગરી માટે ૯૯,૯૦૩ ઉપરાંત દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પ્રસંગે ખેલ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



