રાજપીપળા સિવિલમાં રોજ 200 થી 250 ની ઓપીડી ના બદલે આજે સોમવારે એકજ દિવસે 450 કેશ નોંધાયા જેમાં મોટાભાગના વાયરલ ઇન્ફેક્સનના દર્દીઓ
રાજપીપળા : રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં સોમવારે અચાનક બેવડી ઋતુ જોવા મળી જેમાં મોટાભાગ લોકો વાયરલ ના શિકાર બન્યા જેના કારણે સરકારી સહીત ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ રહી હતી.
સોમવારે રાજપીપળા શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું સાથે સૂર્યદેવની આવન જાવન પણ ચાલુ રહેતા ઠંડી અને ગરમી ની બેવડી ઋતુ ના આ ચક્રવ્યૂહ ના કારણે લોકો બીમારી નો ભોગ બન્યા જેમાં ખાસ કરી શરદી ખાંસી અને તાવ ના દર્દીઓની વધુ સંખ્યા રહી આમઓ રાજપીપળા સિવિલમાં રોજિંદી 200 થી 250 દર્દીઓની ઓપીડી જોવા મળે છે જે આજે સોમવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઓપીડી સીધી 450 પર પોહચી હતી એજ રીતે સિવિલની સાથે સાથે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની ભીડ રહી હતી શિયાળા અને ઉનાળાની આ બેવડી ઋતુના કારણે લોકો બીમારીમાં સપડાતા દવાખાના ચિક્કાર રહ્યા હતા .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




