આતંકવાદીઓને ગોળીએ દેનાર કીર્તિ ચક્ર વિજેતા લેફટનન્ટ કર્નલ પર જાહેરમાં હુમલો

0
7

મુંબઈ,તા.૯
વીરતા માટે કીર્તિ ચક્રથી સન્માનિત સેનાના એક અધિકારી સાથે મારપીટ કરવાની શરમજનક ઘટના મુંબઈમાં બની છે.
આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મલાડ વિસ્તારમાં ૫ જાન્યુઆરીએ ભારતીય સેનાના લેફ્ટેનન્ટ કર્નલ અનૂપ જાસેફ રસ્તાની સાઈડ પર ઉભા રહીને પોતાના માતાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બાઈક પર સવાર ત્રણ યુવકો આવ્યા હતા અને અનૂપને ત્યાંથી હટી જવા માટે કહ્યું હતુ.
યુવકો સાથે અધિકારીને બોલાચાલી થઈ હતી ત્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલા યુવકે હેલમેટ વડે લેફન્ટન્ટ કર્નલ પર હુમલો કરી દીધો હતો. એ પછી બાકીના યુવકોએ પણ તેમને માર માર્યો હતો. આ દરમિયાન હાજર લોકો તમાશો જાઈ રહ્યા હતા પણ કોઈ બચાવ કરવા વચ્ચે પડ્યુ નહોતુ.
જાસેફને ૨૦૧૨માં કાશ્મીરમાં પોસ્ટિંગ દરમિયાન એક અથડામણમાં ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા બદલ કીર્તિ ચક્ર એનાયત થયો હતો.
મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી પોલીસે ત્રણે યુવકોની ધરપકડ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY