શેરબજારમાં સુસ્તી યથાવત, સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટના કડાકા સાથે બંધ

0
6
મુંબઈ,તા.૧૧
અઠવાડિયાના કારોબારી દિવસમાં બજારમાં સુસ્તી જાવા મળી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી કડાકા સાથે બંધ થયો છે. નિફ્ટીમાં આજે ૧૦૮૦૦ નીચે ફીસલ્યો છે. જ્યારે સેન્સેક્સમાં ૯૭ પોઈન્ટનો કડાકા સાથે બંધ થયો હતો. મિડ અને સ્મોલકેપ શેરોમાં આજે વેચવાલીનું દબાણ રહ્યું હતુ બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૧૩ ટકાની કમજારી સાથે ૧૫૧૭૭.૦૩ના સ્તર પર બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૯ ટકાની કમજારી સાથે ૧૪,૬૦૦.૩૭ના સ્તર પર બંધ થયો છે. ટીસીએસ. અને એલએન્ડટીમાં આજે દબાણ જાવા મળ્યુ.
બેન્કીંગ શેરોમાં અજે દબાણ રહ્યું. જેના કારણે બેન્ક નિફ્ટી ૦.૨૭ ટકા તુટીને ૨૭૪૫૩.૯૦ના સ્તર પર બંધ થયો છે. જા કે આજે કારોબારમાં ઓયલ એન્ડ ગેસના શેરોમાં હલ્કી ખરીદારી જાવા મળી હતી જેના કારણે બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં આજે ૦૧૩ ટકાનો વધારો થતા ૧૩૧૮૬.૬૧ના સ્તર પર બંધ થયો છે.
આજના કારોબારમાં ઓટો, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ કડાકો જાવા મળ્યો હતો. નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં ૦.૭૯ ટકા આઈટી ઈન્ડેક્સામં ૦.૧૧ ટકા, ફાર્મામાં ૦.૩૬ ટકા પીએસયુ બેન્કમાં ૦.૯૦ ટકા રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૩૫ ટકા કડાકા સાથે બંધ થયો છે. જા કે આજના કારોબારમાં એફએમસીજી અને ફાઈનાશિયલ સર્વિસમાં શેરોમાં કેટલીક ખરીદારી જાવા મળી હતી. નિફ્ટીના એફએમસીજી ઈન્ડેક્સમાં આજે ૦.૬૧ના વધારા સાથે બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY