મુંબઈમાં ટેક્સી-રિક્ષાના ભાડા વધવાની શક્યતા,ટેક્સીનું મિનિમમ ભાડુ ૨૫ રાખવા માંગ

0
7

મુંબઈ,તા.૩
મહાનગરમાં ઓટોરિક્ષા, ટેક્સીના ભાડામાં વધારો થવાની શકયતા છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)નો ભાવ વધી ગયો હોવાથી રિક્ષા-ટેક્સી ચાલકોના યુનિયનોએ પ્રવાસી ભાડામાં ૩-૩ રૂપિયાનો વધારો માગ્યો છે. એમને રિક્ષામાં મિનિમમ ભાડું (બેઝ ફેર) રૂ. ૨૧ અને ટેક્સીમાં મિનિમમ રૂ. ૨૫નું ભાડું જાઈએ છે.
મુંબઈમાં હાલ રિક્ષાનું લઘુત્તમ ભાડું રૂ. ૧૮ છે જ્યારે ટેક્સીનું રૂ. ૨૨ છે.
સાથોસાથ, રિક્ષાવાળાઓને બેઝ ફેર બાદ પ્રત્યેક એક કિલોમીટરના પ્રવાસ દીઠ મીટરચાર્જમાં પણ બે રૂપિયાનો વધારો જાઈએ છે. એવી જ રીતે, ટેક્સીવાળાઓને પ્રત્યેક એક કિલોમીટર દીઠ દોઢ રૂપિયાનો વધારો જાઈએ છે.
મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં કિલોગ્રામ દીઠ રૂ. ૨.૬૬નો વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે ગેસનો ખર્ચ વધી જતા, યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડતાં અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જતાં એને સીએનજીનો ભાવ વધારવો પડ્યો છે.
એમજીએલના પ્રવક્તાની દલીલ છે કે સીએનજીના ભાવમાં વધારો થવા છતાં રિક્ષા-ટેક્સી ચલાવવાના ખર્ચમાં નજીવો – પ્રતિ કિલોમીટર માંડ ૧૦ પૈસા અને ૧૩ પૈસાનો જ વધારો થશે. ટેક્સીચાલકોના યુનિયનનો દાવો છે કે મુંબઈમાં હાલ અનેક ભાગોમાં મેટ્રો રેલવેનું કામ ચાલતું હોવાથી ટેક્સીઓની ટાંકીઓમાં ગેસ ભરાવી શકાતો નથી. વળી વાહનો માટે વીમાનો ખર્ચ પણ વધી ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY