હું રાઝીની સિક્વલ પર કામ કરી રહ્યો છું : હરીન્દર સિક્કા

0
5

મુંબઈ,તા.૧૫
મેઘના ગુલઝારની વીકી કૌશલ અને આલિયા ભટ્ટને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સુપરહિટ નીવડેલી ફિલ્મ રાઝીની સિક્વલની તૈયારી થઇ રહી હોવાની જાણકારી મળી હતી.
રાઝી ફિલ્મ જે નવલકથા કોલિંગ સહમત પરથી બની હતી એ નવલકથાના લેખક હરીન્દર સિક્કાએ પોતે કહ્યુ હતું કે હું રાઝીની સિક્વલની સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યો છું. અત્યારે આ સિક્વલને રિમેમ્બરીંગ સહમત નામ આપ્યું છે.
સહમત એક કશ્મીરી યુવતી હતી જેને ૧૯૭૧માં પાકિસ્તાન મોકલવામાં આવી હતી અને એણે ભારતીય જાસૂસ તરીકે ઉલ્લેખનીય કામગીરી બજાવી હતી. પોતાની કામગીરી પૂરી કરીને એ સ્વદેશ પાછી ફરી હતી.
હરીન્દરે કહ્યુ હતું કે સહમતની જીવનકથા એટલી બધી ઘટના ભરપુર છે કે એમાંથી સહેલાઇથી સિક્વલની સામગ્રી મળી શકે. મેં ૨૦૦૮માં કોલિંગ સહમત લખી ત્યારબાદ હું સતત એને દસ વર્ષ સુધી વચ્ચે વચ્ચે મળતો રહ્યો હતો. એની વાતો હું સતત રેકોર્ડ કરતો હતો એટલે સહમત વિશે મારી પાસે ભરપુર મસાલો છે. સિક્વલમાં એ પાકિસ્તાનથી પાછી ફર્યા બાદ શી રીતે હતાશામાં સરકી ગઇ એની વાત આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY