જૂનમાં આલિયા-રણવીરની સગાઇની વાતો માત્ર અફવા

0
16

મુંબઈ,તા.૧૬
આ વર્ષના જુન-જુલાઇની આસપાસ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સગાઇ થવાની છે એવા મિડિયા રિપોર્ટને બંને પરિવારોના કોમન દોસ્ત તરફથી સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપવામાં આવ્યો હતો.
ભટ્ટ અને કપૂર પરિવારોના એક કોમન દોસ્તે કહ્યું હતું કે આ મિડિયા રિપોર્ટ ગેરમાર્ગે દોરનારા છે અને ગોસિપ કાલમિસ્ટ્‌સે ઉપજાવી કાઢેલા છે. આ મિત્રે કહ્યું, ‘આલિયા અને રણબીર પોતાના સંબંધો અંગે ગંભીર છે એ હકીકત છે. પરંતુ હાલના તબક્કે આ બંને એક તરફ પોતાની કારકિર્દી તેમજ ફિલ્મો અને બીજી તરફ રિશિ કપૂરના આરોગ્ય અંગે ચિંતિત છે એટલે હાલ સગાઇ કે લગ્નની કોઇ વાત નથી. એકવાર રિશિ કપૂર પૂરેપૂરા સાજા થઇ જાય ત્યારબાદજ આ મુદ્દે આગળ વધવાની બંને પરિવારોની ઇચ્છા છે. જૂનમાં બંનેની સગાઇની વાતો તદ્દન કાલ્પનિક રિપોર્ટ છે. એમાં સત્યનો અંશ સુદ્ધાં નથી.’
આ દોસ્તે વધુમાં કહ્યું કે અત્યાર અગાઉ અમે રણબીરને આવા સંબંધની બાબતમાં કદી આટલો ગંભીર જાયો નહોતો. એ આલિયા સાથેના સંબંધમાં પૂરેપૂરો સંનિષ્ઠ છે. બીજી બાજુ આલિયા પણ કપૂર પરિવારની સ્વજન હોય એ રીતે ભળી ચૂકી છે અને કપૂર પરિવારે એનો સ્વીકાર કરી લીધો છે. હાલ બંને કરણ જાહરની બ્રહ્માસ્ત્ર ફિલ્મ પૂરી કરવામાં પડયાં છે અને સતત એકબીજાની સાથે છે. બંનેને રિશિ કપૂરના આરોગ્યની પણ ચિંતા છે. બ્રહ્માસ્ત્ર પૂરી થઇ જાય અને રિશિજી સાજા થઇ જાય ત્યારબાદ આ દિશામાં વાત આગળ વધશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY