મુંબઈ,તા.૧૬
હોનહાર અભિનેત્રી ભૂમિ પેડણેકરને કરણ જાહરની બીજી ફિલ્મ મળી હોવાની જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એને તખ્ત માટે તો સાઇન કરવામાં આવી હતી અને એ તખ્ત કરી રહી છે.
તખ્તમાં મુઘલ કાળ દરમિયાન બાદશાહ ઔરંગઝેબ અને એના ભાઇ દારા શિકોહ વચ્ચેના સંઘર્ષની કથા છે અને એમાં ભૂમિ એક મહત્વનો રોલ કરી રહી છે.
હવે કરણે એને પોતાની બીજી એક ફિલ્મમાં સાઇન કરી છે. આ ફિલ્મ એક હોરર થ્રીલર ફિલ્મ છે અને એનું ડાયરેક્શન એક નવોદિત ડાયરેક્ટર ભાનુ પ્રતાપ સિંઘ કરવાના છે.
ભૂમને પહેલી તક યશ રાજે આપી હતી પરંતુ હાલ એ ધર્મા કેમ્પમાં સારી વગ ધરાવે છે. ગયા વરસે ન્યૂયોર્કમાં યોજાએલી કરણ જાહરના ૪૬મા બર્થ ડેની પાર્ટીમાં ભૂમિએ હાજરી આપી ત્યારથી એ ધર્મા કેમ્પમાં સારી વગ ધરાવતી થઇ હોવાનું મનાય છે.
તખ્ત એક મલ્ટિસ્ટાર મેગાબજેટ ફિલ્મ છે જેમાં વીકી કૌશલ, રણવીર સિંઘ, કરીના કપૂર, અનિલ કપૂર, જાન્હવી કપૂર, આલિયા ભટ્ટ વગેરે ચમકી રહ્યાં છે. આ ફિલ્મ ઉપરાંત હવે કરણે એક હોરર થ્રીલર ફિલ્મ માટે ભૂમિને સાઇન કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




