વિદેશ નીતિની ટાપ-૧૦૦ વર્લ્ડ થિંકરની યાદીમાં મુકેશ અંબાણીનો સમાવેશ

0
14

મુંબઇ,તા.૧૬
ફોરેન પોલિસી પત્રિકાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણીને ટાપ-૧૦૦ વર્લ્ડ થિંકરની યાદીમાં સમાવેશ કર્યા છે. ૨૦૧૮માં એશિયાના સૌથી અમીર આદમીના રૂપમાં જૈકમાને વિસ્થાપિત કરનાર અંબાણીને દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં સ્માર્ટફોન ઈન્ટરનેટ ક્રાંતિમાં તેજી લાવનારનો યશ આપ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તેમજ મેનેજીંગ ડીરેક્ટર મુકેશ અંબાણીને ફોરેન પોલિસી મેગેઝીનની વાર્ષિક યાદીમાં સ્થાન મેળવ્યુ છે. તેમને ટાપ ૧૦૦ ગ્લોબલ થિંકર્સમાં સમાવેશ કરવામાં આવ્યા છે.
આ યાદીમાં અન્ય મુખ્ય હસ્તિઓમાં અલીબાબાના સહ સંસ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ જૈક મા, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના પ્રબંધ નિર્દેશક ક્રિસ્ટીન લેગાર્ડ, યુરોપીય પ્રતિસ્પર્ધા આયુક્ત માર્ગ્રથ વેસ્ટેગર અને લેખક અને ટીવી હોસ્ટ ફરીદ જકારિયાનો સમાવેશ થાય છે.
મેગેઝીન અનુસાર ભારતમાં ઈન્ટરનેટ ક્રાંતિને આગળ વધારવા અંબાણીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અંબાણીએ ગયા વર્ષે ચીનના ઉદ્યોગપતિ જૈક માને પાછળ રાખી સૌથી અમીર એશિયાઈનો ખીતાબ મેળવ્યો હતો. આ સમયે તેમની સંપત્તિ ૪૪.૩ અરબ ડાલર હતી.
મેગેઝીન અનુસાર અંબાણી ઓયલ, ગેસ અને રિટેલ સેક્ટરમાં સંપત્તિ બનાવી છે પણ તેમની સફળતાતો રિલાયન્સ જિયો છે જે દેશમાં સૌથી વધારે અસર કરનાર છે. શરૂઆતમાં ડેટા અને વોયસ સેવાઓ મફત આપનાર જિયોએ સરળતાથી દસ કરોડ ગ્રાહકો જાડી લીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY