વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશમાં ભારતનો બીજા ક્રમ છે
પટના,તા.૧૬
બિહારનાં મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતે શિક્ષણ પર વધારે ભાર મુકવો જાઇએ અને વસ્તીને નિયંત્રણમાં લાવવી જોઇએ. કેમ કે, ઓછી ભણેલા લોકોને વધારે સંતાનો હોય છે. સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, શિક્ષણ દરેક સમસ્યાનું સમાધાન છે. જા તમારે પરિવારનાં સભ્યોની સંખ્યા ઘટાડવા માંગો છે તો તેમને શિક્ષિત કરી દો. પરિવાર નિયોજનની કોઇ જરૂર નહીં પડે.
બિહારનાં નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, જે લોકો ભણેલા—ણેલા છે તેમને ઓછા સંતાનો હોય છે અને જે લોકો ઓછુ ભણેલા હોય છે તેમના ઘરે વધારે સંતાનો હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશમાં ભારતનો બીજા ક્રમ છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૪માં ભારતની વસ્તી ચીનને પણ આંબી જશે.
વિશ્વ બેંકનાં એક અંદાજ પ્રમાણે ૨૦૧૫ સુધીમાં ભારતની વસ્તી ૧.૭૩ બિલીયનને વટાવી જશે. હાલમાં ભારતની વસ્તી ૧.૩૨ બિલીયન છે. ૧૭૩ કરોડ લોકોમાં ૨૭ કરોડ લોકો વૃદ્ધ હશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



