મુંબઈઃ ૯મા દિવસે બેસ્ટની હડતાળ સમેટાઈ,કર્મચારીઓને મળશે પગાર વધારો

0
7

મુંબઈ,તા.૧૬
મહાનગરમાં જાહેર બસ સેવા પૂરી પાડતી સિવિક ટ્રાન્સપોર્ટ કંપની BEST (બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ના કર્મચારીઓએ મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશનું પાલન કરીને એમની બેમુદત હડતાળ આજે પાછી ખેંચી દીધી છે. કર્મચારીઓને પગારવધારો વચગાળા સ્વરૂપે આ જ મહિનાથી ચૂકવવાનું શરૂ કરવા અને ૨૦૧૬ની સાલથી બાકી રહેલી એરિયર્સની રકમ પણ ચૂકવી દેવા સહિતની મુખ્ય માગણીઓનો સરકારે સ્વીકાર કરી લીધા બાદ કર્મચારીઓએ એમની હડતાળનો અંત લાવી દીધો છે.
આ હડતાળ આજે ૯મા દિવસમાં પ્રવેશી હતી, પરંતુ આજે જ હડતાળ સમાપ્ત કરી દેવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ વડાલા ઉપનગર સ્થિત બસ ડેપો ખાતે બેસ્ટ કર્મચારીઓના યુનિયનના લીડર શશાંક રાવે હડતાળ પાછી ખેંચી લીધાની જાહેરાત કરી હતી.
ડેપો ખાતે સેંકડો કર્મચારીઓની હાજરીમાં કર્મચારીઓની કૃતિ સમિતિના સભ્ય રાવે સંબોધનમાં કહ્યું હતું કે પગારવધારા સહિતની આપણી મુખ્ય માગણીઓનો સત્તાધિશોએ સમ્માનજનક રીતે સ્વીકાર કરી લીધો છે તેથી આપણે હડતાળ પાછી ખેંચી લઈએ છીએ. રાવે કર્મચારીઓના તાળીઓના ગડગડાટ અને હર્ષનાદો વચ્ચે જણાવ્યું હતું કે કર્મચારીઓના પગારમાં આશરે રૂ. ૭૦૦૦ જેટલો વધારો થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY