કરણી સેના પર ભડકી કંગનાઃ ‘હું પણ રાજપૂત છું, ખતમ કરી દઇશ’

0
5

મુંબઈ,તા.૧૮
કંગનાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર આધારિત ફિલ્મ મણીકર્ણિકા-ધી કિવન ઓફ ઝાંસી- ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. પણ કરણી સેના તેને સતત હેરાન કર્યા છે અને અંતે કંગનાએ તેનો પિત્તો ગુમાવ્યો હતો અને કરણી સેનાને વળતો જવાબ આપ્યો હતો કે, જા તમે હવે મને હેરાન કરવાનું બંધ નહી કરો તો હું પણ રાજપૂત છું અને હું તમને ખતમ કરી દઇશ.”.
કંગનાએ કÌš કે, તેની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. પાંચ ઇતિહાસકારોએ આ ફિલ્મ જાઇ છે અને તેમણે પણ કોઇ વાંધો નથી ઉઠાવ્યો.
કરણી સેનાને આ વિશે જાણ કરી દેવામાં આવી છે. આમ છતાંય તેઓ સતત મને આ ફિલ્મને લઇને પરેશાન કર્યા કરે છે પણ જા તેઓ હવે મને હેરાન કરવાનું બંધ નહી કરે તો હું કરણી સેનાનાં દરેક વ્યકિતનો નાશ કરી દઇશ”.
મણીકર્ણિકા ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં જીવન પર આધારિત છે. ઝાંસીની રાણીએ ૧૮૫૭માં ઇસ્ટ ઈન્ડિયા કંપની સામે બળવામાં ભાગ લીધો હતો. તેની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.
એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રની કરણી સેનાએ આ ફિલ્મને લઇને ફિલ્મ નિર્માતાઓને લખીને એવી ચીમકી આપી હતી કે, આ ફિલ્મમાં ઝાંસીની રાણીને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી હશે તો તેઓ તેનો વિરોધ કરશે અને તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.”.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY