‘ફોટોગ્રાફ’ માર્ચની આઠમીએ રજુ કરાશે

0
28

મુંબઈ,તા.૧૯
ફિલ્મ સર્જક રિતેશ બાત્રાની ફિલ્મ ફોટોગ્રાફનો વર્લ્ડ પ્રીમિયર ૨૩ જાન્યુઆરીથી બીજી ફેબુ્રઆરી વચ્ચે યોજાનારા સનડાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટીવલમાં યોજાશે એવી ઔપચારિક જાહેરાતની સાથોસાથ ભારતમાં ફિલ્મ કિયારે રજૂ થશે એની જાહેરાત પણ કરાઇ હતી.
ઘરઆંગણે આ ફિલ્મ માર્ચની આઠમીએ રજૂ કરવાની રિતેશની યોજના છે. આ ફિલ્મમાં મોખરાનો કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી અને દંગલ ફેમ સાન્યા મલ્હોત્રા ચમકી રહ્યાં છે.
સનડાન્સ ઉપરાંત ફેબુ્રઆરીની સાતમીથી ૧૭ મી વચ્ચે યોજાનારા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટીવલમાં આ ફિલ્મનો યૂરોપિયન પ્રીમિયર યોજાવાનો છે એમ ફિલ્મ સર્જક તરફથી જાહેર કરવામાં આવ્યું હતું.
હૃદયસ્પર્શી કથા કહેવા માટે પંકાયેલા રિતેશે અગાઉ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે લંચબોક્સ જેવી સરસ ફિલ્મ આપી હતી. આ ફિલ્મને સમીક્ષકોએ મુક્ત કંઠે બિરદાવી હતી. ફોટોગ્રાફમાં નવાઝ અને સાન્યા ઉપરાંત ફારુખ ઝાફર, ગીતાંજલિ કુલકર્ણી, વિજય રાઝ, જિમ સારભ અને આકાશ સિંહા ચમકી રહ્યાં છે.
રિતેશની લેટેસ્ટ ફિલ્મ ફોટોગ્રાફ મુંબઇની ધારાવી સ્લમ વિસ્તારની કથા રજૂ કરે છે અને આ ફિલ્મ ભારત, જર્મની અને અમેરિકાનું સહિયારું સર્જન છે એમ પણ ફિલ્મ સર્જકે મિડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY