મુંબઈ,તા.૧૯
ગત વર્ષે કેટલાક વિવાદોથી ઘેરાયલા કપિલ શર્મા માટે આ વર્ષ ખૂબજ સારો જઈ રહ્યો છે. તેમનો શો ‘ધ કપિલ શર્મા શો’ ઓનલાઈન ટીઆરપીમાં ટોપ લેવલે પહોંચ્યો છે. જાકે આ વચ્ચે કપિલ ફરી એક નવા વિવાદમાં ફસાયો હોવાની ખબર મળી છે. સૂત્રો મુજબ કપિલે તાજેતરમાં તેના શોમાં પોતાની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી પ્રેક્ષકો વચ્ચે બેસેલી એક મહિલા સંબંધી કમેન્ટ કરી હતી. કપિલે ફિમેલ પ્રેક્ષકને લઈને કહ્યંઇ હતું કે,‘જા તમારા પિતા સાથે નહોત તો હું તમારાથી વધુ વાતો કરતો.’
જાકે આ ટિપ્પણીનો ભલે ફિમેલ ઓડિયન્સે કોઈ વિરોધ ન કર્યો હોય પરંતુ કપિલના શોની મહિલા ક્રૂ ટીમ આનાથી ખૂશ નથી. રિપોટ્ર્સના અનુસાર,‘‘ક્રૂ મેંબર્સે કપિલના આ કમેન્ટની સલમાન ખાનને ફરિયાદ કરી છે. સલમાન ખાનને કહેવામાં આવ્યું છે કે કપિલને સક્રિપ્ટમાં ફેરફાર ન કરવા જાઈએ અને એવા કોઈ કમેન્ટ ન કરવા જાઈએ જેનાથી કોઈ વિવાદ ઉત્પન્ન થાય.’’
તમને જણાવી જઈએ કે સલમાન ખાન ધ કપિલ શર્મા શોનો પ્રોડ્યૂસર છે. આ શોના માધ્યમથી સલમાન પ્રોડ્યૂસર તરીકે ટીવીમાં ડેબ્યૂ કરી રહ્યો છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે કપિલના શોને ફરી શરૂ કરવા અને કપિલના જૂના મિત્રો સાથે તેના પેચઅપ પાછળ સલમાનની મહત્વની ભૂમિકા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



