મુંબઈ,તા.૧૯
‘રાઝી’ બાદ વિકી કૌશલની ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવા પર છે. વર્ષ ૨૦૧૯ની શરૂઆત બોલીવુડ માટે ઘણી સારી રહી. ‘સિમ્બા’ બાદ ‘ઉરી’એ બાક્સ આૅફિસ પર સનસનાટી મચાવી દીધી છે. ફક્ત ૮ દિવસમાં ફિલ્મે લગભગ ૮૦ કરોડનું કલેક્શન કરી લીધું છે. આ સાથે ફિલ્મે ઘણી મોટી ફિલ્મોને પણ પછાડી દીધી છે. પહેલા અઠવાડિયાની કમાણીનાં આધારે ‘ઉરી’એ ૫ મોટી ફિલ્મોને પછાડી દીધી છે.
ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે ટિવટ કરીને જણાવ્યું છે કે ‘ઉરી’ એક જેકપાટ જેવી છે. ઉરીનાં કલેક્શને સોનૂ કે ટીટૂ કી સ્વીટી, રાઝી, સ્ત્રી અને બધાઈ હોને પછાડી દીધી છે.’ એક અઠવાડિયાની કમાણી પર નજર નાખીએ તો ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ ૪૫.૯૪ કરોડ, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ફિલ્મ ‘રાઝી’એ ૫૬.૫૯ કરોડ, ‘સ્ત્રી’એ ૬૦.૩૯ કરોડ અને ‘બધાઈ હો’એ ૬૬.૧૦ કરોડની કમાણી કરી હતી. જ્યારે ‘ઉરી’ આ ફિલ્મોથી ઘણી આગળ છે.
માનવામાં આવે છે કે ‘ઉરી’ બીજા અઠવાડિયે જ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ જશે. ૨૫ કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મને લગભગ ૮૦૦ સ્ક્રીન્સ પર રીલીઝ કરવામાં આવી છે. ‘ઉરી’ ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. ગત રાત્રીએ વિકી કૌશલે ‘ઉરી’ ફિલ્મની સ્પેશલ સ્ક્રીનિંગ રાખી હતી. સ્ક્રીનિંગમાં આલિયા ભટ્ટ, અદિતી રાવ હૈદરી, જાવેદ અખ્તર, બોની કપૂર અને દિયા મિર્ઝા સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




