સિનિયર સંગીતકાર બપ્પી લેહરીનાં બોલિવૂડમાં પચાસ વર્ષ પૂર્ણ

0
2

મુંબઈ,તા.૨૧
સતત ડિસ્કો અને વેસ્ટર્ન મ્યુઝિકના જેમના પર આક્ષેપ થતા રહ્યા છે એ સિનિયર સંગીતકાર બપ્પી લાહિરીએ બોલિવૂડમાં પચાસ વર્ષ પૂરાં કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
ભપ્પીએ પહેલી ફિલ્મ પોતાની માતૃભાષા બંગાળીમાં દાદુ નામે ૧૯૬૯માં કરી હતી. બોલિવૂડમાં આવ્યા બાદ તેમણે ડિસ્કો કલ્ચર લોકપ્રિય કર્યું હતું એવું એમને માટે કહેવાય છે. જા કે એ જરૃર પડયે ભારતીય સંગીતનો પણ સરસ રીતે ઉપરોગ કરતા રહ્યા હતા. એનો બેસ્ટ દાખલો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલને ચમકાવતી ફિલ્મ નમકહલાલના પગ ઘુંઘર બાંધ મીરાં નાચી રે.. છે. આ અને આવાં બીજાં ગીતો પરથી જાઇ શકાય કે ભપ્પી ભારતીય સંગીતના પણ અભ્યાસી રહ્યા છે.
૬૬ વર્ષની વયના ભપ્પીએ એક મુલાકાતમાં કહ્યું કે પચાસ વર્ષ આંખના પલકારામાં વહી ગયા હોય એવું લાગે છે. હું થાકિયો નથી, હું કામ કરતો રહીશ કારણ કે આ એક જ કામ એવું છે જેમાં મને સખત આનંદ આવે છે. સંગીત સર્જનમાં હું મારી જાતને અને સ્થળકાળને ભૂલી જાઉં છું. એટલે જીવું ત્યાં સુધી કામ કરતાં રહેવાની મારી તૈયારી છે.
ભપ્પીએ અભિનય સમ્રાટ દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનથી માંડીને રણવીર સિંઘ સુધીના લગભગ દરેક ટોચના કલાકાર માટે સંગીત પીરસ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY