‘મણિકર્ણિકા’ના પ્રોડ્યુસરને પેરાલિસિસ એટેક, કહ્યું સફળતા સાથે મનાવીશું

0
8

મુંબઈ,તા.૨૧
કંગના રનૌત કેટલાક દિવસોથી પોતાની આવનાર ફિલ્મ ‘મણિકર્ણિકા’ના પ્રમોશનને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મ આ શુક્રવારે રીલિઝ થવાની છે. આ ફિલ્મને કમલ જૈને પ્રોડ્યૂસ કરી છે અને કેટલાક દિવસ પહેલા તેને પેરાલિસિસ અટેક આવ્યો હતો, હાલ કમલ જૈન હોસ્પિટલમાં છે. બીમારીમાંથી તેઓ જલ્દી સ્વસ્થ થઇને પરત આવશે અને સાથે જ સક્સેસ પાર્ટી કરશે.
કમલ જૈને આ પોસ્ટ પોતાના ટ્‌વીટર અકાઉન્ટથી શેર કરી છે. તે લખે છે કે,’ ડિઅર ફ્રેન્ડ્‌સ નિશ્ચિત રુપથી આ હોસ્પિટલમાં રહેવાનો ઠીક સમય નથી. આશા છે કે, હુ ખૂબ જલ્દી ઠીક થઇ જઇશ અને અમારી ટીમની મહેનત અને સફળતાનો આનંદ લઇશ. બધાને મારા તરફથી શુભકામનાઓ.’
કમલ જૈન આગળ લખે છે કે, ફિલ્મના ફાઇનલ પ્રમોશનમાં હું ‘મણિકર્ણિકા’ ની ટીમ, કંગના રનૌત, પ્રસૂન જાશી, વિજેન્દ્ર, શંકર અહસાન લોય અને અંકિતા લોખંડે સહિત અન્ય લોકોને મિસ કરી રહ્યો છું. પુનિત સરને ખાસ રુપથી ધન્યવાદ, તેમના આશીર્વાદ વગર કંઇ પણ ન થતું, અહી સુધી ન પહોંચતા.’ ફિલ્મ ‘મણિકર્ણિકાઃધ કિવન ઓફ ઝાંસી’ રાની લક્ષ્મીબાઇના જીવન પર આધારિત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY