મુંબઈ,તા.૨૨
મલાઇકા અરોડા અને અરબાઝ ખાન બન્નેના તલાક બાદ તે લોકો પોત પાતોની લાઇફમાં આગળ વધી ચુકવ્યા છે. અરબાઝ ખાન માડલ જાર્જિયાની સાથે રિલેશનશિપમાં છે. જ્યારે મલાઇકાની અર્જુન કપૂર સાથે અફેયરની ચર્ચા થઇ રહી છે. જાકે અરબાઝ અને મલાઇકા તલાક બાદ પણ સારા મિત્ર છે. મલાઇકા ઘણી વખત ખાન પરિવારના ફંક્શનમાં નજરે પડે છે. તે છતાં પણ મલાઇકા તેની પર્સનલ લાઇફ અંગે કઇ પણ માહિતી બહાર આવવા દેવા માંગતી નથી.
મળતી માહિતી મુજબ, હાલમાં મલાઇકાને આ વાતની જાણકારી થઇ છે કે અર્જુનની સાથે તેના સંબંધ અંગે પર્સનલ ડિટેલ્સ લીક થઇ રહી હતી. મલાઇકાને શક છે કે તેનો ડ્રાઇવર મુકેશ તેના ભાઇ બબલુને અભિનેત્રીથી જાડાયેલી ડિટેલ્સ લીક કરી રહ્યો હતો. આ અંગે જેવું અભિનેત્રીને ખબર પડી તો તેને ડ્રાઇવરની નોકરીથી નીકાળી દીધો.
જણાવી દઇએ કે અરબાઝ અને મલાઇકા જ્યારે રિલેશનમાં હતા તો તે દરમિયાન અરબાઝે મુકેશ અને બબલુને હાયર કર્યા હતા. મુકેશને મલાઇકા માટે અને બબલુને અરબાઝ માટે કામ પર રાખ્યો હતો. અરબાઝ-મલાઇકના અલગ થયા બાદ પણ ડ્રાઇવર તેમન માટે કામ કરતા રહ્યા. પરંતુ હવે મલાઇકા તેમના ડ્રાઇવરથી ખૂબ પરેશાન થઇ ચૂકી છે.
અર્જુન કપૂર અને મલાઇકાના રિલેશનશિપની ખબર ખૂબ થઇ રહી છે. જાકે બન્નેએ તેમના રિલેશનશિપને લઇને કોઇ અધિકારીક પુÂષ્ટ કરી નથી. બન્નેના આ વર્ષે લગ્નની પણ ચર્ચા છે. એવી ખબર પણ આવી રહી છે કે તે તેમના માટે નવી પ્રોપર્ટી શોધી રહ્યા છે. લગ્ન બાદ તે લોકો તેજ ઘરમાં રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




