મુંબઈ,તા.૨૩
આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સાંઠગાંઠ ધરાવવા બદલ મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી મંગળવારે એક કિશોર સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુમ્બ્રા, થાણે અને ઓરંગાબાદમાંથી આ ધરપકડો કરવામાં આવી છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરર સ્ક્વોડના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા તમામ લોકો આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંબંધ ધરાવે છે. ગણતંત્ર દિવસ પહેલા મહારાષ્ટ્ર એટીએસ રાજ્યમાં સ્લિપર સેલની પ્રવૃત્તિ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન નવ લોકોની ધરપકડ કરવામાં એટીએસને સફળતા મળી છે.
મળતી માહિતી પ્રમાણે ચોક્કસ બાતમી બાદ એટીએસએ આ તમામ લોકો વિશે માહિતી એકઠી કરી હતી અને તેમના પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી નજર રાખવામાં આવી રહી હતી.
આઈએસઆઈએસ સાથે જાડાયેલા લોકો કંઈક કરવાની તૈયારીમાં જ હતા ત્યારે એટીએસએ તેમને ઝડપી લેવા માટે ડઝન જેટલી ટીમ બનાવી હતી. આ ટીમોને મંગળવારે રાત્રે મુમ્બ્રા, થાણે અને ઔરંગાબાદ સહિત અલગ અલગ પાંચ જગ્યાએ મોકલવામાં આવી હતી.
આ ટીમો તરફથી વિવિધ જગ્યાએ દરોડાંની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમને કેમિકલ, વિસ્ફોટકો, મોબાઇલ ફોન, હાર્ડ ડ્રાઇવ, સિમ કાડ્ર્સ, એસિડ બોટલ, તિક્ષ્ણ હથિયારો મળી આવ્યાં હતા.
જાકે, એટીએસ તરફથી ધરપકડ કરવામાં આવેલા લોકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ તેમની ઉંમર અને ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.
ધરપકડ કરવામાં આવેલા બે લોકોની ઉંમર ૨૦-૨૫ વર્ષ વચ્ચે છે, આ બંનેની ઔરંગાબાદની કૈસર કોલોનીમાંથી ધરપકડ કરવામાં આવી છે. ૩૫ વર્ષીય વ્યક્તિની ઔરંગાબાદની દમાની મહલમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ઔરંગાબાદની રાહત લોકોનીમાંથી ૨૫ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પાંચમાં વ્યક્તિની મુમ્બ્રાના અમૃતનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર (ઉંમર- ૨૦થી૩૦ વર્ષ) લોકોની મુમ્બ્રામાંથી ધરપકડ કરવામાં આવી છે. થાણેમાંથી એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



