સતત છઠ્ઠા દિવસે પેટ્રોલમાં ૧૦ અને ડિઝલમાં સાત પૈસાનો ઘટાડો

0
7

ન્યુ દિલ્હી,તા.૨૩
પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત છટ્ઠામાં દિવસે ઘટાડો થયો છે. સતત વધતા પેટ્રોલનાં ભાવ બાદ પ્રજાને આ ઘટાડાથી રાહત થઇ છે. પેટ્રોલમાં ૧૦ પૈસા અને ડીઝલમાં ૦૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલ ૮૧.૩૪ રૂપિયા અને ડીઝલ ૭૪.૮૫ રૂપિયાની કિંમતે મળી રહ્યું છે. જ્યારે મુંબઈમાં એક લિટર પેટ્રોલ ૮૬.૮૧ રૂપિયા અને ડીઝલ ૭૮.૪૬ રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં સતત છઠ્ઠા દિવસે પેટ્રોલની કિંમતોમાં ઘટાડાને કારણે ગત છ દિવસમાં પેટ્રોલ ૧.૪૯ રૂપિયા પ્રતિ લિટર જેટલું સસ્તું થયું છે. જ્યારે છ દિવસમાં ડીઝલમાં કુલ ૮૪ પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થઈ ચુક્્યો છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનાં સતત વધતા જતા ભાવ અને પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્વજનિક ક્ષેત્રની ઓએનજીસી અને ઓઆઇએલની તેલ અને ગેસ ઉત્પાદનની સ્થિતીની થોડાક દિવસો પહેલા સમીક્ષા કરી હતી.
અમદાવાદ સહિત ગુજરાતનાં મોટા શહેરોના આજનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ :-
અમદાવાદમાં પેટ્રોલ રૂ.૭૮.૭૫ અને ડીઝલ રૂ.૭૮.૫૮
સુરતમાં પેટ્રોલના ભાવ રૂ.૭૮.૫૧, ડીઝલ રૂ.૭૮.૩૬
રાજકોટમાં પેટ્રોલના ભાવ રૂ.૭૮.૩૫, ડીઝલ રૂ.૭૮.૨૦
વડોદરામાં પેટ્રોલના ભાવ રૂ.૭૭.૮૩, ડીઝલ રૂ.૭૮.૨૬
ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૮૦.૧૬, ડીઝલ રૂ.૭૯.૯૮
ગાંધીનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૭૮.૮૧, ડીઝલ રૂ.૭૮.૬૮
જામનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૭૮.૮૧, ડીઝલ રૂ.૭૮.૬૧
જૂનાગઢમાં પેટ્રોલના ભાવ રૂ.૭૯.૦૪, ડીઝલ રૂ.૭૮.૮૭

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY