સેન્સેક્સમાં ૮૬ પોઈન્ટનો વધારો, નિફ્ટી ૧૦૮૫૦ની સપાટી પર બંધ

0
10

મુંબઇ,તા.૨૪
સતત બે દિવસ કમજોરી સાથે માર્કેટમાં આજે ફરી તેજી જાવા મળી હતી. આજે સમાચારોના જાર પર માર્કેટે છેલ્લા કલાકમાં તેજ ગતી પકડી. આજના કારોબારમાં સેન્સેક્સ ૮૬ પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે તો નિફ્ટી પણ લગભગ ૧૮ પોઈન્ટના વધારા સાથે ૧૦૮૫૦ પર બંધ થયો છે. બેન્ક નિફ્ટીમાં આજે ૫૦ પોઈન્ટની તેજી જાવા મળી હતી પણ મિડકેપના શેરોમાં વેચવાલી જાવા મળી હતી.
આજના કારોબારમાં યસ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને જેએસડબલ્યૂ સ્ટીલ સૌથી વધુ તેજી કરી રહ્યા તો ભારતી ઈન્ફ્રાટેલ, ટાટા મોટર્સ, યૂપીએલ અને સન ફાર્મામાં આજે સૌથી વધુ કડાકો બોલ્યો હતો.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૮૬.૬૩ પોઈન્ટ અને ૦.૨૪ ટકાના વધારા સાથે ૩૬૧૯૫.૧૦ના સ્તર પર બંધ થયો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૧૮.૩૦ પોઈન્ટ એટલેકે ૦.૧૭ ટકાની મજબુતી સાથે ૧૦૮૪૯.૮૦ના સ્તર પર બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY