શાહરુખે છોડેલ રાકેશ શર્માની બાયો-ફિલ્મ સુશાંતે ઝડપી

0
4

મુંબઈ,તા.૨૫
બોલિવૂડના બેતાજ બાદશાહ મનાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને છોડેલી અવકાશયાત્રી રાકેશ શર્માની ફિલ્મ સેલ્યુટ માટે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતને સાઇન કરાયો હોવાની માહિતી મળી હતી.
આ ફિલ્મ જાહેર થઇ ત્યારથી એક યા બીજા કારણે કલાકારો બદલાતા રહ્યા છે. પહેલાં આમિર ખાનનું નામ બોલાયું હતું અને આમિર ખાને રાકેશ શર્મા વિશે સંશોધન પણ કરાવ્યું હતું. ત્યારબાદ પોતાની અન્ય ફિલ્મ સાથે તારીખો ક્લેશ થતી હોવાથી આમિરે ફિલ્મ છોડી દીધી હતી અને શાહરુખ ખાનનું નામ સૂચવ્યું હતું.
શાહરુખની લેટેસ્ટ ફિલ્મ ઝીરો બોક્સ આૅફિસ પર ધબાય નમઃ થઇ ગયા બાદ એણે પણ આ ફિલ્મ છોડી દીધી હતી અને કહ્યું હતું કે હવે મારે અખતરા અને પ્રયોગો કરવાનું બંધ કરવું છે. પ્રયોગો કરવા જતાં મારી કારકિર્દીને ધક્કો લાગે છે.
ઐાર એક ફેરફાર એ પણ થયો કે જે ફિલ્મ મેની આસપાસ ફ્લોર પર જવાની હતી એ હવે ફેબુ્રઆરીમાં ફ્લોર પર જશે. ફિલ્મ સર્જકો આ ફિલ્મ વધુ વિલંબમાં પડે એ પહેલાં એનું શૂટિંગ શરૃ કરી દેવા ઉત્સુક છે.
કેદારનાથ હિટ થયા પછી સુશાંતને સતત નવી નવી ફિલ્મોની આૅફર્સ મળતી રહી છે. હવે સેલ્યુટની આૅફર એને મળી હતી અને એણે આ ફિલ્મ સ્વીકારી લીધી હોવાની જાણકારી મળી હતી. દેશના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માની આ બાયો-ફિલ્મ મહેશ મથાઇ બનાવી રહ્યા છે. સેલ્યુટ ટાઇટલ પણ પાછળથી બદલવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY