મુંબઇ,તા.૨૭
બોલવુડ એક્ટર ઋષિ કપૂર પાછલાં ઘણાં સમયથી અમેરિકામાં પોતાની બિમારીની સારવાર કરાવી રહ્યાં છે. જા કે અત્યાર સુધી ઋષિએ પોતાની બિમારીને લઇને બજુ સુધી મૌન સેવી રાખ્યું હતું. પરંતુ હવે તેમણે આ અંગે ખુલીને વાત કરી છે. કહેવામાં આવી રહ્યું હતું કે ઋષિ કપૂરને કેન્સર થયું છે. પરંતુ કપૂર પરિવારેઆ ખબરોને ફક્ત અફવા ગણાવીને નકારી કાઢી હતી.
આખરે ઋષિ કપૂરે પોતે જ સામે આવીને પોતાની બિમારીને લઇને ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં એક્ટરે જણાવ્યું કે તે ટૂંક સમયમાં સ્વસ્થ થઇ જશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તે ટૂંક સમયમાં પરત ફરશે. તેમણે જણાવ્યું કે ઇલાજની પ્રક્રિયા લાંબી અને થાક લગાડે તેવી છે. કોઇપણ વ્યÂક્તને તેના માટે ધૈર્યની જરૂર પડે છે. તેમણે જણાવ્યું કે આ તેમના માટે મુશ્કેલ હતું.
ફિલ્મની વાત કરતાં ઋષિ કપૂરે જણાવ્યું કે હાલ તેમનું ધ્યાન ફક્ત ઇલાજ પર છે. તેથી તેઓ કોઇ ફિલ્મ નથી કરી રહ્યા. તેમણે જણાવ્યું કે ફિલ્મોમાંથી બ્રેક લેવી ભવિષ્યમાં મદદરૂપ સાબિત થશે.
જણાવી દઇ કે થોડા સમય પહેલાં ન્યૂયર સેલિબ્રેશનની તસવીરો નીતૂ કકપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં ઋષિ કપૂર,નીતૂ કપૂર, રણબીર કપૂર, રિદ્ધીમા કપૂર, આલિયા ભટ્ટ પણ જાવા મળી રહ્યાં હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



