સેન્સેક્સમાં ૩૬૮ પોઈન્ટનો કડાકો, નિફ્ટી ૧૦૭૦૦ની સપાટી પર

0
25

મુંબઇ,તા.૨૮
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસમાં શેરબજાર કડાકા સાથે બંધ થયુ છે. દિવસના કારોબાર ખતમ થતા સેન્સેક્સમાં ૩૬૮ પોઈન્ટનો કડાકો બોલ્યો છે અને ૩૫,૬૫૬ પર તો નિફ્ટી ૧૧૯ પોઈન્ટના કડાકા સાથે ૧૦,૬૬૧ પર બંધ થયો છે. નિફ્ટીના ૫૦ શેરોમાં ૧૪ લીલા નીશાન પર ૩૬ લાલ નીશાન પર કારોબાર કરી બંધ થયા છે. નિફ્ટીના મિડકેપમાં ૧.૬૮ ટકા અને સ્મોલકેપમાં ૧.૮૪ ટકાના કડાકા સાથે કારોબાર કરી બંધ રહ્યો છે.
આજના કારોબારમાં નિફ્ટી ઓટોમાં ૧.૪૧ ટકાનો કડાકો તો નિફ્ટી ફાઈનાન્સ સર્વિસમાં ૧.૮૯ ટકાનો કડાકો બોલ્યો છે. નિફ્ટી એફએમસીજી ૧.૨૪ ટકાના કડાકા સાથે નિફ્ટી આઈટી ૦.૫૪ ટકાની તેજી સાથે નિફ્ટી મેટલ ૧.૦૬ના કડાકા સાથે નિફ્ટી ફાર્મા ૨.૫૫ ટકાના કડાકા સાથે ૦.૩૩ ટકાના કડાકા સાથે કારોબાર કરી બંધ થયો છે.
આજના કારોબારમાં ઝીલ ૧૫.૭૩ની તેજી સાથે ઈન્ફ્રાટેલ ૨.૩૯ ટકાની તેજી સાથે ટીસીએસ ૨.૦૪ ટકાની તેજી સાથે, કોલ ઈન્ડીયા ૨.૦૧ ટકાની તેજી સાથે એલટી ૧.૨૯ ટકાની તેજી સાથે ટાપ ગેનર રહ્યો. તો બીજી બાજુ અદાણીપોર્ટે્‌સ૧૨.૫૩ ટકાના કડાકા સાથે, આઈબીયૂએલએચએસજીએઆઈએન ૬.૫૧ ટકાના કડાકા સાથે બજાજ ફાઈનાન્સ ૫.૪૫ ટકાના કડકા સાથે યસ બેન્ક ૫.૨૮ ટકાની કડાસા સાથે ટાપ લુઝર રહ્યા.
એસ્સેલ ગ્રુપની કંપની ઝી એન્ટરટેન્ટમેન્ટના શેરમાં ૧૬ ટકા, એસ્સેલ પ્રોપૈકમાં ૧૩.૫ ટકા અને ડિશ ટીવીના શેરમાં ૮ ટકાનો વધારો જાવા મળ્યો હતો. શુક્રવારે શેર ૩૩ ટકા ઘટ્યા બાદ એસ્સેલ ગ્રુપે રવિવારે કહ્યું કે લેન્ડર્સ પ્રમોટરને ડિફોલ્ટર જાહેર કરશે નહિ. પ્રમોટર્સે લોન લેવા માટે બેન્કો, એનબીએફસી અને મ્યુચ્યુઅલ ફન્ડોમાં શેર ગીરવે મુકિયા છે. આ જાહેરાતથી શેરમાં તેજી આવી છે. જાકે ગ્રુપની ૨ અન્ય કંપનીઓના શેરો જી મીડિયામાં ૧૯ ટકા અને જી લર્નમાં ૬ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો.
સેન્સેકસ શુક્રવારે ૧૬૯ અંકના ઘટાડા સાથે ૩૬,૦૨૫.૫૪ પર બંધ થયો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ ૬૯.૨૫ પોઈન્ટ નીચે ૧૦,૭૮૦.૫૫ પર થયું હતું. તે દિવસે વિદેશી રોકાણકારોએ ૬૮૯.૨૫ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઘરેલું રોકાણકારોએ ૧૪૭.૩૫ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY