વધુ એક ચિતફંડ કૌભાંડ ઝડપાયું, ૬૦ લાખનું ફૂલેકુ ફેરવ્યું

0
12

ઉના,તા.૨૮
ફરી એક વખત તગડા વ્યાજદરનો લોભ આપી ખાનગી પેઢીએ ૬૦ લાખથી વધુનું ફૂલેકુ ફેરવ્યું છે. ઉના, ગિરગઢડા અને કોડીનાર તાલુકાના ૨૦૦થી વધુ લોકોના રૂપિયા લઈ ચિટર કંપની ફરાર થઈ ગઈ છે.
વેરાવળમાં અંદાજે ત્રણેક કરોડનું કૌભાંડ આચરનાર ધ્રુવ નિશાદનું ૬૧ લાખથી વધુનું બીજું કૌભાંડ સામે આવ્યું છે. ૨૦૦થી વધુ લોકોને તગડા વ્યાજની લાલચ આપી કૌભાંડ આચર્યું છે. ખોટા અપાયેલા ચેક બાઉન્સ થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા ગીરસોમનાથના વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી રિયલ ઇન્ડિયા કંપનીના નામે ધ્રુવ નિશાદ નામના વ્યક્તિ સહિતની ટોળકીએ ત્રણ કરોડનું ઉઘરાણું કરી ભાગી ગયા છે. જેની ફરિયાદ બાદ એજ વ્યક્તિએ મહેક ઇન્ડિયા કંપનીના નવા નામે આચરેલું બીજું એક કૌભાંડ ઉના પંથકમાં બહાર આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ગૌરાંગ ઠાકર નામના વ્યક્તિએ આ સ્કીમમાં પોતાના પૈસાની મુદ્દત પુરી થતા તેણે ધ્રુવ નિશાદ પાસે પૈસાની માંગણી કરતા તેને ધાકધમકી અને ત્યારબાદ પોલીસ ફરિયાદના ડરથી તેને ચેક આપવામાં આવ્યો, પરંતુ એ ચેક બાઉન્સ થતા પોતે છેતરાયાનો એહસાસ થતા તેણે આ બાબતે ઊંડાણમાં તપાસ કરતા કુલ ૨૦૦થી વધુ લોકોના ૬૧ લાખથી વધુ રૂપિયા આ કંપની લઈ અને નાસી ગયાની ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ વ્યાજની લાલચમાં પૈસા ગુમાવનાર યુવક ક્્યારેય બેંક સિવાય કોઈ કંપનીનો ભરોસો ન કરવા લોકોને સલાહ આપી રહ્યો છે. ઉના પોલીસે કલમ ૪૦૬,૪૦૯,૪૨૦,૪૨૪,૧૨૦ બી હેઠળ ગુન્હો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY