અપારશક્તિ ‘એબીસીડી-૩’ માટે સાઇન થયો

0
27

મુંબઈ,તા.૨૮
નવોદિત અભિનેતા અપારશક્તિ ખુરાનાને એબીસીડી થ્રી ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. ભૂષણ કુમાર નિર્મિત આ ફિલ્મ રેમો ડિસોઝાની હિટ સિરિઝ એબીસીડીની ત્રીજી કડી છે.
એબીસીડી (એનીબડી કેન ડાન્સ)ની આ ત્રીજી કડીમાં વરુણ ધવન હીરો છે. અત્યાર અગાઉ અપારશક્તિએ વરુણ સાથે બદ્રીનાથ કી દૂલ્હનિયાં ફિલ્મ કરી હતી જે મૂળમાં એક હિટ ફિલ્મની સિક્વલ હતી. એબીસીડી થ્રીમાં એ ફરી વરુણ સાથે ચમકવાનો છે.
આ સિરિઝ પહેલી કડીથી જ એનું ટાઇટલ સૂચવે છે એમ ડાન્સ આધારિત કથા રજૂ કરે છે. કોરિયોગ્રાફર તરીકે સારી એવી સફળતા મેળવી લીધા બાદ રેમો ફિલ્મ સર્જક બન્યા હતા અને એબીસીડીથી પોતાની સર્જન પ્રક્રિયા શરૃ કરી હતી.
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીમાં પોતાના અભિનય દ્વારા દર્શકો અને સમીક્ષકોની શાબાશી મેળવી ચૂકેલા અપારશક્તિને તાજેતરમાં લૂકા છૂપી માટે પણ સાઇન કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ સનોન ચમકી રહ્યાં છે. આ ઉપરાંત અપારશક્તિ જબરિયા જોડી ફિલ્મમાં પણ ચમકી રહ્યો છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપરા મુખ્ય ભૂમિકા કરી રહ્યાં છે. જબરિયા જાડી અને લૂકા છૂપી બંને કોમેડી ફિલ્મો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY