મુંબઈ,તા.૧
હોનહાર અભિનેતા શર્મન જાશી પણ અન્ય કલાકારોની જેમ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રવેશી રહ્યો હોવાની જાણકારી મળી હતી. એને બારિશ નામની લવ સ્ટોરી માટે સાઇન કરવામાં આવ્યો હતો. ‘ઠીક ઠીક સમયથી મેં એક્કે લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ કરી નથી. એટલે બારિશની આૅફર આવતાં મેં સ્વીકારી લીધી હતી’ એમ શર્મને કહ્યું હતું.
ટીવી સ્ટાર આશા નેગી આ સાહસમાં એની હીરોઇન છે. એકતા કપૂરની અલ્ટબાલાજીનું આ સર્જન છે. બે સાવ અજનબી યુવાહૈયાં પ્રેમમાં પડે છે ત્યારબાદ જે સંજાગો આકાર ધારણ કરે છે એની વાત આ સિરિઝમાં રજૂ થશે.જા કે હજુ એનુ શૂટિંગ શરૃ થયું નથી. પરંતુ અલ્ટબાલાજી જેવા ટોચના બેનર સાથે કામ કરવાના વિચારમાત્રથી શર્મન થનગની રહ્યો છે. એણે કહ્યું કે મને કહેવા દો કે સૌથી પહેલાં તો મને સ્ક્રીપ્ટ આકર્ષક લાગી છે એટલે મિડિયમ કયું છે એના કરતાં વધુ મહત્વની વાત સ્ક્રીપ્ટ છે. સ્ક્રીપ્ટ સારી હોય તો કોઇ પણ મિડિયમમાં કામ કરવામાં આનંદ આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



