વરાછા પોલીસ મથક પાછળ એક મહિલાની સોનાની બે ચેઈનની લૂંટ

0
10

અછોડાતોડો વધુ એક મહિલાને લૂંટી ગયા
સુરત, તા.૨૨

શહેરના વરાછા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ સાધના સોસાયટી પાસેથી પસાર થઇ રહેલ એક મહિલાના ગળામાંથી બાઇક ઉપર આવેલ એક અજાણ્યા ઇસમે સોનાની બે ચેઇનોની ચીલઝડપ કરી નાસી છુટ્યા હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગરના વતની હાલ વરાછા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ ઘર નં.૭૧, સાધના સોસાયટી ખાતે રહેતા કેતનભાઇ જસમતભાઇ દેવાણી તેમની માતા સાથે રહે છે. જેઓ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજરોજ સવારે તેમની માતા પોણા નવ વાગ્યાના સુમારે પોતાના ઘર પાસેથી પસાર થઇ રહી હતી તે સમય દરમિયાન પાછળથી એક સુઝુકી એક્સેસ મોપેડ ઉપર હેલમેટ પહેરેલીને આવેલ અજાણ્યા ઇસમે કેતનભાઇની માતાના ગળામાં પહેરેલ બે સોનાની ચેઇન આશરે ૩૦ ગ્રામની જેની કિંમત રૂ.૭પ૦૦૦ તથા બીજી ચેઇન આશરે ર૦ ગ્રામની જેની કિંમત રૂ.પ૦ મળી કુલ રૂ.૧.રપ લાખ ઉપરાંતની મત્તાની ચેઇની ચીલઝડપ કરી નાસી છુટ્યો હતો. વરાછા પોલીસ મથકમાં આ બનાવની જાણ કરતાં પોલીસે ઇપીકો કલમ ૩૯૨ મુજબનો ગુનો નોંધી સ્થળ ઉપરથી સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ શરુ કરી હતી. બનાવની વધુ તપાસ પો.સ.ઇ. એ.જી.સોલંકીએ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY