મુંબઈ,તા.૩૧
મોખરાના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ એવો અણસાર આપ્યો હતો કે એની આગામી ફિલ્મમાં પણ અજય દેવગણનો એક કેમિયો રોલ હશે.
અત્યાર અગાઉ રોહિત અને અજય સિંઘમ સિરિઝિની બે ફિલ્મો બનાવી ચુકવ્યા છે. બંને જિગરજાન દોસ્તો છે અને બંને સિંઘમ હિટ નીવડી હતી એટલે જ તાજેતરમાં રોહિતે રણવીર સિંઘ સાથે સિમ્બા ફિલ્મ બનાવી એમાં પણ પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં સિંઘમ અર્થાત્ અજયનો એક કેમિયો રોલ ઉમેર્યો હતો.
રોહિતની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં પણ એક ઇમાનદાર પોલીસ આૅફઇસરની વાત છે અને આ ફિલ્મનો હીરો અક્ષય કુમાર છે પરંતુ રોહિતે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે સૂર્યવંશીમાં પણ અજયનો એકાદો કેમયિો રોલ હશે. આ ઇચ્છા સાકાર થાય તો અજય અને અક્ષય પચીસ વર્ષના ગાળા બાદ ફરી એકવાર પરદા પર સાથે જાવા મળશે. અત્યાર અગાઉ બંનેએ ૧૯૯૪માં સુહાગ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
લાંબા સમયથી રોહિત શેટ્ટી સાથે કામ કરવાની અક્ષયની ઇચ્છા હતી. આ ફિલ્મ પણ પોલીસ આૅફિસરની કથા થરાવતી અને એક્શન થ્રીલર ફિલ્મ હશે એમ રોહિતે જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






